ભારતીય ક્રિકેટ કંટ્રોલબોર્ડએ ટિમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ દેશના ત્રીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ ભુષણ માટે પ્રસ્તાવિત કર્યું છે. ક્રિકેટ રમતમાં ટિમ ઈન્ડિયાની જીત માટે આપવામાં આવેલા યોગદાન માટે ધોનીનું નામ સૂચવામાં આવ્યું છે. ધોનીએ હાલમાં જ શ્રી લંકા વિરુદ્ધ 300 વન ડે રમીને રેકોર્ડ બનાવ્યો હતો.આ સિરીજમાં વનડે માં 100 સ્ટંપિંગ કરનારા ધોની દુનિયાના પેહલા વિકેટ કીપર છે.

ધોનીએ ઓસ્ટ્રેલીયા વિરુધ્ધ પહેલા વનડેમાં ચેન્નઈમાં વધુ એક કારનામું કર્યું હતું. તેમણે ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ પહેલા વનડે મેચમાં મુશ્કિલ હાલતમાં બેટિંગ કરીને પોતાના ઇન્ટરનેશનલ કરિયરમાં 100 અર્ધશતક લગાવ્યા હતા.ધોનીએ આ વનડે મેચમાં 79 રન બનાવ્યા હતા. ધોની ટેસ્ટ મેચ માથી સન્યાસ લઈ ચૂક્યા છે. પરંતુ ટી-20 અને વનડે માં હજુ પણ તે રમે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.