નવદિક્ષિતની શનિવારે રાજાવાડીમાં વડી દિક્ષા
ધાટકોપર સ્થાનકવાસી જૈન મોટા સંઘ હિગવાલા લેન, ઘાટકોપર ખાતે દીક્ષા પ્રદાતા પૂ. ધીરગુરુ દેવના હસ્તે શાસનચંદ્રિકા પૂ. હીરાબાઇ મ.સ. પૂ. જયોતિબાઇ મ.સ. પરિવારના પૂ. હીરાબાઇ મ.સ. પૂ. જયોતિબાઇ મ.સ.. પરિવારના પૂ. ભારતીબેન મ.સ.ની સમીપે વૈરાગી પલકબેન દોશીનો શાનદાર દીક્ષા મહોત્સવ રંગેચંગે ઉજવાયેલ. દીક્ષા પ્રસંગે વિદાયમાન સંજય શાહે કરાવતાં અનેકની આંખો અશ્રુસભર બની હતી.
સ્વાઘ્યાય પાઠશાળાની વિમોચન વિધીનો રમાબેન સી. દફતરી વગેરેએ લાભ લઇને ૧૧ સંતો, ૭૧ મહાસતીજીઓને અર્પણ કરતાં નૂતન દોશી આનંદ વિભોર બન્યા હતા. વૈરાગી પલકબેને પ્રવચનમાં સારી જીવનની અસારતાનું સચોટ વર્ણન કરી કહેલ કે પ્રભુ તરફ જવાને બદલે પારકી પંચય તરફ ચાલ્યા જવાશે તો જીવનનો શું ફાયદો? અષ્ટ મંગલનો રમીલા લાઠીયા ઇલા શાહ, ભવ્યા તેજવી કોટીચા, આરતી અનિલ વિરાણી, પ્રતિમા પારેખ, આશા મણીયાર, માનસી પારેખ, જયવંતભાઇ જસાણી પરિવારે લાભ લીધેલ. દીક્ષા પ્રસંગે શ્રીમણી વિઘાપીઠ જ્ઞાનદાતા યોજનાની ટહેલ કરતાં લાખો રૂપિયાનું ફંડ થયેલ. આ પ્રસંગે કલકતા, જલગાંવ, રાયપુર, રાજકોટ, પોરબંદર, આકોલા વાસી, બોરીવલી, વાલકેશ્ર્વર, પુના, વિલેપાર્લે, એમ્બેવેલી, રેસકોર્ષ પાર્ક મનહર પ્લોટ, અમેરિકા, લંડન મસ્કત, અંધેરી, પવઇ કલ્યાણ ડોબીવલી, ઘાટકોપર અમદાવાદ સુરત અમરાવતી વગેરે દેશ વિદેશના ભાવિકોની હાજરી હતી. પૂ. મનહરમુનિ મ.સા. પૂ. વિમલમુનિ મ.સા. પૂ. જયેશમુનિ મ.સા., પૂ. ધનેશમુનિ મ.સા. સહીત ૧૧ સંતો અને વિવિધ સંપ્રદાયના ૭૧ મહાસતીજી બિરાજીત હતા. શનિવારે વડી દીક્ષા વિધિ રાજાવાડી જૈન સંઘમાં યોજાશે.