ત્રિદિવસીય કાર્યક્રમમાં અનેક વિદ્વાનો, કવિઓ, સાહિત્યકારો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે
આવનારી પેઢી અમુલ્ય સાહિત્ય વારસાથી પરિચિત બને એવા શુભ હેતુથી ચારણી સાહિત્ય સંગોષ્ઠીનું ત્રિ દિવસીય આયોજન આગામી તા.૬ ડીસે.થી ૮ ડિસે. સુધી રાજપૂત વાડી ૫/૧૫ રણછોડનગર રાજકોટ ખાતે કરાયું છે. પૂ. મોરારી બાપુ, આઈ શ્રી કુંકુકેસરમાં, આઈશ્રી દેવલમાના દિવ્ય સાનિધ્યમા ચારણી સાહિત્ય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાશે. જેમાં ૬ ડિવે. બોરે ૨ વાગ્યે દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો આરંભ થશે. ત્યારબાદ ૩ થી ૬ વાગ્યા સુધી સાહિત્ય ગોષ્ઠી રાત્રે ૮ થી ૧૨ સુધી વ્યાખ્યાન માળા યોજાશે.
જયારે ૭ ડીસે. સવારે ૯ થી ૧૨ સાહિત્ય ગોષ્ઠી-૨ બપોરે ૩ થી ૬ સાહિત્યગોષ્ઠી -૩ તેમજ રાત્રે ૮ થી ૧૨ વ્યાખ્યાન માળા યોજાશે. ઉપરાંત ૮ ડિસે. સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ દરમિયાન સાહિત્યગોષ્ઠી ૪ અને ૫ યોજાશે. આ સંગોષ્ઠીમાં મુર્ધન્ય વિહાનો, વ્યાકરણ આચાર્યો અને કવિઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે જેમાં કાળીપાટના ભકતકવી પાલુભગત, બાવળાના જોગીદાનભાઈ ગઢવી, જાંબુડાના યશવંતભાઈ ગઢવી અને કાલાવડના નરેશદાન રતનું ઉપસ્થિત રહેશે તેમજ ચારણ સમાજના વિદ્વાનોમાં જાંબુડાના ધાર્મિક ગઢવી, બોટાદના આનંદભાઈ ગઢવી, અમદાવાદના મિતેષદાન ગઢવી, ઉપસ્થિત રહેશે તેમજ સિરોહીના નરપતદાન આશિયા, બિકાનેરના ગિરધરદાન રતનું, જૈસલમેરના ભવંરદાન ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગોવિંદભા પાલિયા, મેરાણ ગઢવી, યોગેશ ગઢવી, જીતુ દાદ ગઢવી, હરેશદાન ગઢવી, દેવરાજ ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, રાજભા ગઢવી, કિરીટદાન ગઢવી, રાજુદાન ગઢવી, ભરદાનગઢવી અને હકાભા ગઢવી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું સંચાલક વકતા મહેશ દાન ગઢવી કરશે તેમજ વધુ માહિતી માટે લક્ષ્મીબેન બાટી ૭૩૮૩૮ ૫૪૮૬૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.