- બે પોસ્ટ ગ્રેજયુએટ અને બે અંડરગ્રેજયુએટ કોર્ષને ઓનલાઈન શરૂ કરવા યુજીસીએ આપી લીલીઝંડી
રાજકોટમાં આવેલી નેકમાં એક ગેડ ધરાવતી મારવાડી યુનિવર્સિટીને હાલમાં જ ઑક્ટોબર 2024થી લાગુ કરીને ઓનલાઇન ડિગ્રી પ્રોગ્રામ્સ શરૂ કરવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન પાસેથી યુજીસી કેટેગરી હેઠળ મંજૂરી મળી ગઈ છે યુજીસીએ કુલ ચાર ઓનલાઇન કોર્સ શરૂ કરવા માટે યુનિવર્સિટીને મંજૂરી આપી છે. આ અભ્યાસક્રમોમાં બે અંડર-ગ્રેજ્યુએટ કોર્સ – બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) અને બેચલર ઑફ કમ્પ્યૂટર એપ્લિકેશન (બીસીએ) તથા તેની સાથે બે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ- એમએ ઇન ઇંગ્લિશ લિટ્રેચર અને એમએસસી ઇન મેથેમેટિક્સનો સમાવેશ થાય છે. મારવાડી યુનિવર્સિટીને યુજીસી એન્ટાઇટલ્ડ કેટેગરી હેઠળ આ ચાર ઓનલાઇન કોર્સ શરૂ કરવા માટે મંજૂરી આપી છે જે નેક માં એ ગ્રેડ ધરાવતી યુનિવર્સિટીઓ ને યુજીસી દ્વારા આપવામાં આવે છે.
આ પહેલ કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર છે, જેમાં ઓનલાઇન ઉચ્ચ શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વધુમાં યુજીસી દ્વારા માન્યતાપ્રાપ્ત ઓનલાઇન પ્રોગ્રામો મારફતે મેળવવામાં આવેલી ડિગ્રીઓને પરંપરાગત અભ્યાસક્રમો મારફતે મેળવવામાં આવેલી ડિગ્રીઓને સમકક્ષ ગણવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવેલી છે.
મારવાડી યુનિવર્સિટી દ્વારા ઓન લાઈન ડિગ્રી અભ્યાસક્રમો શરુ કરવાના લેવામાં આવેલા આ નિર્ણય પાછળનો વિચાર સમગ્ર વિશ્વમાં વિદ્યાર્થીઓને સુલભ અને ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડવાનો છે. આ અભ્યાસક્રમો ખાસ એવા લોકોની જરૂરિયાતોને પૂરી કરે છે, જેઓ સામાજિક, આર્થિક કે અન્ય કોઈ વ્યક્તિગત કારણોસર કોલેજના ફૂલ-ટાઇમ અભ્યાસકમોને ભણી શકે તેમ નથી અથવાતો એક સાથે બે વિષયો માં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવે છે.
મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ જણાવ્યું હતું કે, ’વિદ્યાર્થીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાંથી અભ્યાસ કરી શકે છે, જે આ પહેલને પોતાની અન્ય કટિબદ્ધતાઓની સાથે પોતાનું શિક્ષણ ચાલું રાખવા માંગતા લોકો માટે ગેમ-ચેન્જર બનાવે છે. આ અભ્યાસક્રમો અન્ય પરંપરાગત ઑન-
કેમ્પસ ડિગ્રીઓને સમાન શૈક્ષણિક માન્યતા પૂરી પાડે છે. અમે શિક્ષણ મેળવવા માં આવતાં અવરોધોને દૂર કરવા માટે અને સમાજના દરેક તબક્કાના વિદ્યાર્થીઓને ભણવાની વિશ્વસ્તરીય તકો પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે તૈયાર છીએ. આ યુજીસી દ્વારા માન્ય ઓનલાઇન પ્રોગ્રામોની મદદથી અમે શિક્ષણને સાચા અર્થમાં સુલભ બનાવી શકીશું.
પ્રથમ તબક્કામાં મારવાડી યુનિવર્સિટી આ ઓનલાઇન ડિગ્રી પ્રોગ્રામ્સ શરૂ કરશે
બીબીએ, બીસીએ. એમએ ઇન ઇંગ્લિશ અને એમએસસી ઇન મેથેમેટિક્સ. આ પ્રોગ્રામમાં એડમિશન વર્ષમાં બે વખત આપવામાં આવશે, ઑક્ટોબર અને એપ્રિલ મહિનામાં. ઓનલાઇન ડિગ્રી પ્રોગ્રામ માં એડમિશન, ભણાવવાની તેમજ પરીક્ષાની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હાથ ધરવામાં આવશે અને વિદ્યાર્થી ને ક્યારેય યુનિવર્સિટીમાં આવવાની જરૂર નહિ પડે. 21 મી સદીમાં વધુ લોકો ને તેમને જે સ્પીડ થી ભણવાની ઈચ્છા હોય તે સ્પીડ અને રીત થી ભણાવાવનું ચલણ છે જે આ ઓનલાઇન કોર્સમાં શક્ય બનશે. આવા પ્રત્યેક અભ્યાસક્રમો મલ્ટિમીડિયા ક્ધટેન્ટની સાથે ઇન્ટરેક્ટિવ લર્નિંગ મોડયુલ્સ ધરાવતા હશે. જે શીખવાના અનુભવને વ્યાપક, સરળ અને રસપ્રદ બનાવશે. આ ઉપરાંત, મારવાડી યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ અને વિષય નિષ્ણાતોની સાથે ભેગા મળીને ઉચ્ચ-ગુણવત્તાના લર્નિંગ ક્ધટેન્ટનું સર્જન કરવા માટે અત્યાધુનિક સ્ટુડિયો પણ શરુ કરશે જે દ્વારા વિષય નિષ્ણાતો ના સેશન રેકોર્ડ કરવામાં આવશે.
મારવાડી યુનિવર્સિટીને સાયેંન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ ઓર્ગેનાઇઝેશનનો દરજજો
સાયેન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (એસઆઇઆરઓ) એ ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (ડીએસઆઇઆર)ની કેટલીક સંસ્થાઓને આપવામાં આવતી માન્યતાનો એક પ્રકાર છે, જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજીના મામલે આત્મનિર્ભર બનવા અને વિદેશી ઇનપૂટ્સને ઘટાડવા માટે નોન-કોમર્શિયલ સેક્ટરમાં કામ કરી રહેલા સ્વયંસેવી સંગઠનોના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન, ડીઝાઇન અને સ્વદેશી ટેકનોલોજીના વિકાસના ક્ષેત્રમાં થતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તેમને સંગઠિત કરવાનો છે. મારવાડી યુનિવર્સિટી ને હાલ માંજ ભારત સરકાર દ્વારા સાયેન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન નો દરરજો આપવામાં આવ્યો છે. આ દરજ્જો પ્રાપ્ત કરવા માટે સંસ્થા દ્વારા કઈ રીત નું અને કેટલું સંશોધન આજ સુધીમાં થયું છે તેમજ આવનારા વર્ષોમાં કઈ પ્રકારનું સંશોધન યુનિવર્સિટી દ્વારા માં કરવામાં આવનાર છે તેની વિગતવાર માહિતી આપવામાં આવતી હોય છે. આ અરજી ને આધારે ભારત સરકારની ઉચ્ચ કક્ષાની સમિતિ સંસ્થાની રિસેર્ચ માટેની કટિબદ્ધતાને આધારે આ વિશેષ દરજ્જો પ્રદાન કરી હોય છે. આ બધી વિશેષ મદદ વિશ્ર્વ કક્ષાના રિસર્ચ ફેકલટી અને અત્યાધુનિક સાધનોની મદદથી આવનારા વર્ષોમાં મારવાડી યુનિવર્સિટી ગુજરાતની અગ્ર હરોળની રિસર્ચ યુનિવર્સિટી બનશે તેમાં બે મત નથી.