આઇટી વિભાગના નામે છેતરામણા મેસેજ કરતી હેડર્સ ગેંગ
દેશની સાઇબર ક્રાઇમ સિકયુરીટી એજન્સી (સીઇઆરટી) એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આઇટી વિભાગના નામે રીફન્ડ પરત આપવાના બોગસ મેસેજથી ચેતવા સાઇબર ક્રાઇમે લોકોને સલાહ આપી છે. આઇટી વિભાગ દ્વારા ઇન્કમટેકસ રીટર્ન ભરતા દરેકને ચેતવવામાં આવ્યા છે કે કોઇ ને પણ જો પોતાના આઇટી રીટર્ન પરત મળવાનો મેસેજ મળે તો તેને કોઇ પ્રકારની ખાનગી માહીતી આપવી નહી આ માહીતી ગુનાહિત પ્રવૃતિ માટે લઇ શકાય તેમ છે માટે સાવધાની રાખવી.
સીઇઆરટીના જણાવ્યા પ્રમાણે, છેેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડીયા પર ફેક મેસેજની ભરમાર થઇ રહી છે. લોભામણા અને છેતરામણા મેસેજથી લોકો સાથે છેતરપીંડી કરવમાં આવી રહી છે. તાજેતરમાં આઇટી રીફન્ડના નામે લોકો સાથે છેતરપીંડી થઇ રહી હોવાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ બાબતોનો વિચાર કર્યા પછી સેન્ટ્રલ બોર્ડ ડાયરેકટર ટેકિસસ એ કરદાતાઓ માટે ઇન્કમટેકસ રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧મી જુલાઇના બદલે લંબાવીને ૩૧ ઓગષ્ટ ૨૦૧૮ કરી હતી.
ઇન્ડીયન ઇમરજન્સી સિસ્પોન્સ ટીમ તથા નેશનલ નોડલ એજન્સી ફોર રિસ્પોન્ડીંગ કમ્પ્યુટર સિકયુરીએ જણાવ્યું કે આ પ્રકારની છેતરપીંડી કરનાર કોઇ એકલ દોકલ વ્યકિત નથી પરંતુ તેમની આખી ડોગ છે આઇટી વિભાગના રેકોર્ડનો દુર ઉપયોગ કરી રીટર્ન ભરનાર લોકોને રીફન્ડ આપવાના બોગસ મેસેજ કરે છે જે વ્યકિતએ તારીખ પહેલા આઇટી રીટર્ન ભર્યા હોય તેમને જ તેઓ બોગસ મેસેજ કરી શિકાર બનાવે છે.
આઇટી વિભાગના જણાવ્યા પ્રમાણે આ ટોળકીની મોમ્સઓપરેન્ડીટી પણ ખુબ જ મજબૂત છે. તેઓ આઇટી રીટર્ન ભરવાનારની બધી ગતિવિધિઓની ખબર રાખે છે કે કયારે કયા અને કંઇ બેક દ્વારા રીટર્ન ભરવામાં આવ્યું તેની તેને જાણ હોય છે જેને પગલે તેઓ રીટર્ન પરત આપવાના બોગસ મેસેજ ફેલાવે છે અને આ મેસેજ બાદ તેઓ બેંક એકાઉન્ટ નંબર મેળવી લે છે આઇ પાસવર્ક બધુ જ લઇને લોકો સાથે છેતરપીંડી આચરે છે.
આયકર વિભાગ અને સાઇબર ક્રાઇમ દ્વારા લોકોને સતર્ક રહેવા જણાવાયું છે તેમના કહ્યા મુજબ મોબાઇલ કે ઇમેઇલમાં આવેલા આઇટી વિભાગના ફેંક મેસેજથી ચેતજો અને એસએમએસમાં આપેલી કોઇપણ લીંક પર કલીક કરશો નહી અને જો આવુ કરો તો તમારી કે એકાઉન્ટની કોઇપણ પ્રકારની માહીતી આપશો નહીં.