ટેકસાસમાં ચામાચીડિયાની વિશ્ર્વની સૌથી મોટી ગુફા છે જેમાં એક કરોડથી વધુ ચામાચીડિયા વસવાટ કરે છે
કોરોના વિશે એવી ધારણા છે કેસો પ્રથમ તે ચામાચીડીયામાં આવ્યો જેમાંથી બીજા પાણીઓમાં ને પછી માનવીમાં ફેલોયો છે. જો કે આ કોઇ પહેલી બિમારી નથી આની પહેલા પણ સાર્સ-માર્સ ઇબોલા જેવી ભયંકર બિમારી ચામાડીયાથી ફેલાઇ ગઇ છે.
કોરોના ફેલાવવામાં ચામાચિડીયાનો હાથ છે. તેવું કોઇ નકકર શોધ-સંશોધન થઇ નથી, ત્યારે આ ચામાચીડિયા વિશે તેની શરીર રચના વિશે હવે આપણે જાણવાની જરૂર છે. બીજા પશુ-પંખી કે પ્રાણીથી ચામાચીડિયુ કેમ જુદુ પડે છે તે જાણવું જરૂરી છે. મોટા ભાગનાં રિપોર્ટમાં એવું કહેવાય છે કે આ માહામારી ચામાચીડિયાને કારણે વિશ્ર્વમાં પ્રસરી છે.
ભૂતકાળની વાત કરીએ તો સાર્સ-માર્ચ કે ઇબોલા જેવી ભંયકર બિમારીઓ આનાથી ફેલાઇ ગઇ છે. હાલનાં સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ચામાચીડિયા અને કોરોના વાયરસ અનેક વર્ષોથી એક સાથે વિકસિત થઇ રહ્યા છે. ચામાચીડીયાની વિવિધ પ્રજાપતિઓ માંથી એક બીજામાં આ વાયરસ ફેલાવવાનું કારણ છે. આમ જોઇએ તો પણ તેનામાં અનેક પ્રકારનાં હાઇપ્રોફાઇલ રોગ જોવામાં આવ્યા છે, જેવા કે ઇબોલા-નિપાહ વાયરસ તેનાં ઉદાહરણ છે. વૈજ્ઞાનિકો માને છે કે તેનામાં ઢગલાબંધ વાયરસ મળી આવે છે તે વાયરસની ફેકટરી છે તે અન્ય પ્રાણીઓ કરતાં વધુ સંક્રમિત કરે છે.
ચામાચીડીયા મોટી સંખ્યામાં વિશ્ર્વમાં જોવા મળે છે. ત્યારે તેની સૌથી મોટી ગુફા ‘ટૈકસાસ’માં છે. જયાં ગરમીનાં દિવસોમાં કરોડોની સંખ્યામાં આવીને બરચા પેદા કરે છે. તેની પ્રતિરક્ષા સિસ્ટમ બહુ જ પાવરકુલ હોય છે. તેઓ ઘણા વાયરસ સાથે લઇને ફરતાં હોય છે તો પણ કયારેય બિમાર પડતા નથી. તેની જોવા અન્ય સ્તનધારી જીવ હમેંશા બિમારીનાં શિકાર થઇ જાય છે. તેઓ ઠંડીના વાતાવરણમાં પોતાની ઉર્જા બચાવવા આરામ કરે છે. મોટાભાગે આ સમયગાળામાં તે ફંગસ (ફૂગ)નો મુખ્યત્વે શિકાર બને છે.
તેનું મેટાબોલિઝમ સારૂ હોવાને કારણે તેઓ પોતાની “ડી.એન.એ. ક્ષતિ રોકવા મુજબ સફળ થાય છે. જયારે વાયરસ કોઇ પ્રાણીને ચેપ લગાડે ત્યારે પ્રથમ તે તેની કોશિકાને હુમલો કરે છે. જેનાથી જવી કોશિકાઓને બદલે વાયરલ વધુ પેદા કરે છે. આ સિસ્ટમથી વિપરીત ચામાચીડિયાના આનુવંશિક સિસ્ટમને નિશાન કરવામાં સફળ રહે છે કયાકે તેની ડી.એન.બે. સુરક્ષા પાવર ફૂલ હોય છે.