કોરોના મહામારીનો એક વર્ષ થવા આવ્યું છે. ભારતમાં લોકડાઉન થયાનું હજી એક વર્ષ બાકી છે. આ મહામારીને કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દુનિયાએ એવા સંજોગોનો સામનો કરવો પડ્યો હતો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ મહામારી કેવી રીતે ફેલાયો તેનો કોઈ સચોટ જવાબ કોઈ શોધી શક્યું નથી, પરંતુ ઈશારો ચીન તરફ કરવામાં આવી રહ્યો છે. જ્યાંના લોકો ચામાચીડીથી લઈને જંગલી પ્રાણીઓ સુધીની બધી વસ્તુઓ ખાતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વાયરસ પ્રાણીઓનું માંસ ખાવાથી જ માણસના શરીરમાં પહોંચ્યું. ત્યાર બાદ ચીનના મીટ માર્કેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે બીજા દેશમાં આવા એક મીટ માર્કેટ ચાલુ હોઈ તેવા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇન્ડોનેશિયામાં એક બજાર ફરી ખુલ્યું છે જ્યાં ચામાચીડિયાથી લઈને સાપ અને વાઘ સુધીનું માંસ ખુલ્લેઆમ વેચાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ આગામી મહામારીની શરૂઆતના લક્ષણો હોઈ શકે છે. બીજી મહામારી ફેલાવવા માટે તૈયાર થઈ રહ્યાં છે.

World Health Organisation દ્વારા કોરોનાને મહામારી જાહેર કર્યાના એક વર્ષ થવા આવ્યુ છે. પરંતુ આ વાયરસથી બચવા માટે હજી સુધી કોઈ સચોટ ઇલાજ મળ્યો નથી. ઘણા દેશોએ વેક્સિન શરૂઆત કરી દીધી છે, પરંતુ કોરોના કેસ ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. કોરોનાની શરૂઆત માટે ચીન જવાબદાર છે. કેટલાક કહે છે કે ચીને આ વાયરસને લેબમાં તૈયાર કરીને ફેલાવ્યો છે, અને કેટલાક લોકો કહે છે કે ચીની લોકો દ્વારા પ્રાણીઓના ખાવાથી આ વાયરસ માનવ શરીરમાં પહોંચી ગયો છે.

ચીનના વુહાનમાં મીટ માર્કેટમાં વેચાવામાં આવતું ચામાચીડિયાનું માંસ ખાધા પછી જ વાયરસ માનવ શરીરમાં પ્રવેશ્યો હતો. કોરોનાનું સંક્રમણ વધવાના કારણે આ બજાર બંધ હતું. પરંતુ હવે તે કોરોના ફાટી નીકળવાના કારણે બંધ થઈ ગઈ હતી.

જોકે, આ વાયરસના ફાટી નીકળ્યા બાદ ઇન્ડોનેશિયામાં પણ આવા જ મીટ માર્કેટના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ડોનેશિયામાં આવા બજારો ખુલી ગયા છે જ્યાં ચામાચીડિયાથી લઈને સાપ-અજગર સુધીનું માંસ વેચાઈ રહ્યું છે.

દરેક લોકો આ બજારમાં લોકોના એકઠા થવાથી ડરતા હોય છે, શું તે ફરીથી કોઈ બીજી મહામારી ફેલાવવા માટે તૈયાર છે? ઇન્ડોનેશિયાના લોકો જ આ પ્રાણીઓનું માંસ ખાઈ રહ્યા છે, પરંતુ તે ચીનમાં પણ નિકાસ કરવામાં આવી રહ્યા છે. આ માર્કેટ્સ ગોરિલો, વાઘ જેવા જાનવરોના માંસ પણ આ માર્કેટમાં સ્મગલીક કરવામાં આવે છે. કોરોનાના એક વર્ષ પછી પણ, આ બજારોએ WHO નીંદ ઉડાળી દીધી છે. લોકોની બેદરકારીને કારણે બીજી મહામારીની સંભાવના અંગે WHOએ ચિંતા વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.