Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર લોકોને ન્હાવા તથા સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું ઇન્ચાજ” અધિક જિલા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે બ્યુ ફલેગ બીચ કાર્યરત હોય આંતરરાષ્ટ્ર્રીય ખ્યાતિ ધરાવતા બીચ પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ન્હાવા તથા સ્વીમીંગનો લુત્ફ ઉઠાવવા આવતા હોય છે. હાલમાં જૂન માસથી શરૂ થયેલ ચોમાસાની સીઝનમાં દરીયાના પાણીમાં કરન્ટ રહેતો હોય દરીયો તોફાની હોવાને લીધે પાણીમાં ભારે કરન્ટને લીધે બીચ પર ન્હાવું, સ્વીમીંગ કરવું વગેરે જોખમી થઇ શકે તેમ છે. આથી જાહેર સલામતી અર્થે શિવરાજપુર બીચ પર આવતાં તમામ પ્રવાસીઓ માટે તેમજ સ્થાનીકો માટે ન્હાવા અને સ્વીમીંગ કરવા પર તા.31 ઓગષ્ટ 2924 સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ઇન્ચાર્જ અધિક જિલા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.
Dwarka: દ્વારકાના શિવરાજપુર બીચ પર 31મી સુધી ન્હાવા પર પ્રતિબંધ
Bathing ban at Shivrajpur beach in Dwarka till 31st