વામ વોટર થેરાપી 3 રીતે થાય છે. પહેલું વામ વોટર ડ્રિંકિંગ, બીજી વામ વોટર વોશ અને ત્રીજી સ્ટીમ થેરાપી છે. આ ત્રણ થેરાપીની મદદથી અનેક રોગને દૂર કરી શકાય છે.
વામ વોટર ડ્રિકિંગ થેરાપી
આ થેરાપીમાં દર્દીને દિવસભરમાં 8 થી 10 વખત હુંફાળુ પાણી પીવડાવવામાં આવે છે. તેમજ પાણી સ્ટીલ, પીત્તળ અથવા સિરામિક ગ્લાસમાં જ પીવડાવવામાં આવે છે. તેમજ હુંફાળુ પાણી પીવાથી શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળી જાય છે. ત્યારે આ થેરાપીમાં ગેસ, એસિડિટી અને શરીરમાં એકત્ર થયેલી વસા દૂર થાય છે.
કેવી રીતે કરવી આ થેરાપી
આર્થરાઈટિસના દર્દીને હુંફાળા પાણીમાં હળદરની પેસ્ટ ઉમેરવી. ત્યારબાદ આ પાણીને સવારે ખાલી પેટ પી લેવું અને સાંજે જમ્યાના એક કલાક પહેલા પી લેવું. આ પાણી પીવાથી સાંધાના દુખાવા મટે છે.
થાઈરોઈડ પીડિત વ્યક્તિઓએ રાતે એક ચમચી આખા ધાણાને પાણીમાં પલાળી દેવા. ત્યારબાદ સવારે તેને ઉકાળી લેવું અને પાણી અડધું રહે એટલે તેને હૂંફાળુ હોય ત્યારે પી જવું.
એસિડિટીના દર્દીઓ દિવસમાં 6 ગ્લાસ હૂંફાળુ પાણી પી લેવું. ત્યારબાદ આ પાણી પીવાથી 30 મિનિટમાં જ એસિડિટીથી રાહત મળે છે.
સ્થૂળતાથી હોય તેમણે દિવસમાં ઓછામાં ઓછા 10 થી 12 ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ. તેમજ વજન ઘટાડવા માટે તેમાં લીંબુ, આમળાનો રસ અથવા મધ ઉમેરી શકાય છે. જો દર્દીને ડાયાબીટિસ હોય તો તેમાં મધ ન ઉમેરવું.
ત્વચાની સમસ્યા હોય તો હૂંફાળા પાણીમાં લીંબુ ઉમેરી અને પીવું અથવા લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી સ્નાન કરવાનું રાખવું જોઈએ.
વામ વોટર વોશ :
આ થેરાપીમાં દર્દીને વામ વોટરથી નહાવાની સલાહ આપવામાં આવે છે. તેમજ આ વામ વોટરથી શરીરની પ્રભાવિત જગ્યા સાફ થઈ જાય છે.
ક્લીનિંગ બાથ થેરાપી
પાણીમાં લીમડો, કપૂર ઉમેરી ઉકાળી લેવો. ત્યારબાદ આ પાણીથી ટુવાલ ભીનો કરી લેવો અને તેનાથી યોનિ માર્ગની સફાઈ કરવામાં આવે છે.
હાઈ ફુટ બાથ થેરાપી
જેમના પગમાં બળતરા થતી હોય અથવા સોજો રહેતો હોય તો તેમને આ થેરાપી આપવામાં આવે છે. તેમજ દર્દીને એક સ્ટૂલ પર બેસાડી તેમાં હૂંફાળુ પાણી ભરી અને તેમાં પગ બોળી દેવા. ત્યારે વામ વોટર ચુંબકની જેમ રક્તને ખેંચે છે અને પગની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
સ્પાઈનલ બાથ થેરાપી
જો કોઈ દર્દીને માથામાં દુખાવો, ચક્કર આવવા જેવી તકલીફ હોય તો તેમને આ થેરાપી આપે છે. તેમજ તેમાં વોર્મ વોટરથી દર્દીને સ્પાઈનલ બાથ આપવામાં આવે છે. આ દરમિયાન હૂંફાળા પાણીમાં ટુવાલ ભીનો કરી અને તેને જમીન પર પાથરીને તેના પર દર્દીને સુવડાવી દેવામાં આવે છે. આ હૂંફાળા પાણીની ગરમી સ્પાઈનને અસર કરે છે અને નર્વસ સિસ્ટમ સંબંધી તકલીફો દૂર થાય છે.
ઈન્ટરનલ સ્ટીમ થેરાપી
અસ્થમા, સાઈનસ, ગળામાં ચેપ જેવી બીમારી હોય તો મોં અને નાકથી સ્ટીમ લેવાની હોય છે. તેમજ દર્દીને વામ વોટરથી સ્ટીમ આપવામાં આવે છે. તેમજ સ્ટીમ આપતા પહેલા દર્દીના માથા પર ટુવાલ કે ચાદર બાંધી દેવામાં આવે છે. ત્યારબાદ સ્ટીમ આપવાનું હોય તે પાણીમાં અજમાના પાન અથવા નિલગિરી ઉમેરવામાં આવે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.