સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ડબલ મર્ડરના વોન્ટેડ શખ્સનો એક લાખનો દા પકડતા સ્થાનિક પોલીસે આબ બચાવવા પાડયો દરોડો
સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ગઇકાલે આમ્રપાલી સિનેમા પાસેના આઝાદ ચોકમાંથી ડબલ મર્ડરના વોન્ટેડ શખ્સની દુકાનમાંથી એક લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયર ઝડપી લેતા સ્થાનિક પોલીસે પોતાની આબ બચાવવા વોન્ટેડ શખ્સના કુટુંબી ભાઇના બાલમુકુંદ પ્લોટમાં વિદેશી દારૂ અંગે દરોડો પાડી રૂ.૮૫,૮૦૦ની કિંમતનો દારૂ અને બિયર જથ્થો ઝડપી વોન્ટેડ શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
પશ્ચીમ વિભાગના એસીપી ટંડેલ અને પી.એસ.આઇ. આર.જે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ રાહુલ વ્યાસ અને વનરાજભાઇ લાવડીયા સહિતના સ્ટાફે બાલમુકુંદ પ્લોટમાં વિદેશી દારૂ અંગે દરોડો પાડી રૂ.૮૫,૮૦૦ની કિંમતની ૮૪ બોટલ વિદેશી દારૂ અને ૪૦૮ બિયરના ટીન સાથે શોકત ઉસ્માન કચરા નામના શખ્સની ધરપકડ કરી છે.
વિદેશી દારૂ અને બિયરનો જથ્થો વોન્ટેડ સાહિલ અનવર કચરાનો હોવાની કબુલાત આપતા તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે. ગઇકાલે આઝાદ ચોકમાં સાહિલ અનવર કચરાની દુકાનમાંથી એક લાખની કિંમતનો વિદેશી દારૂ અને બીયર સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ઝડપી લીધો હતો ત્યારે તે ભાજપ અગ્રણી ઇલિયાસખાન પઠાણ અને તેના પુત્રની હત્યાના ગુનામાં જેલ હવાલે થયા બાદ પેરોલ મેળવી એકાદ વર્ષથી વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.