સ્વામિનારાયણ મંદિર ભકિતધામ દ્વારિકા તથા એચસીજી હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં દર્દીઓને મળી નિષ્ણાંત તબીબોની સેવા
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સ્વામિનારાયણ ભકિતધામ દ્વારિકા ખાતે મેગા મેડીકલ કેમ્પનું એચસીજી હોસ્પિટલ-રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. આ નિદાન કેમ્પમાં ૩૦૦થી વધુ દર્દીઓને તપાસી બ્લડ, સુગર, ઈસીજી, બીપી, વજન વગેરેનું પરીક્ષણ કરી જરૂરીયાતમંદ દર્દીઓને નિદાન, સારવાર તથા દવા વિતરણ પણ આયોજક દ્વારા કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં એચસીજી હોસ્પિટલના ડો.આમીર કાગઝી, ડો.મિતલ દવે, ડો.મુકુંદ વિરપરીયા તેમજ ડો.ધર્મેશ ભટ્ટી સહિતના તબીબોએ સેવા આપી હતી. આ મેગા મેડિકલ કેમ્પમાં પૂ.ચંદ્રપ્રકાશ સ્વામી, સરજુ સ્વામી, ડો.મનીષ અગ્રવાલ, બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય, જીતુભાઈ કુકડીયા, મેગીબેન, પી.આઈ.વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનું સંકલન બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય તથા ટ્રસ્ટના કાર્યકરો દ્વારા કરાયું હતું.