રાત્રી સમયે જીએમબીની જેટી નજીક થયેલા અકસ્માતમાં નવ ખલાસીઓ બચાવાયા
ગતરાત્રીના બેટ દ્વારકાની ફીશીંગ કરી પરત ફરી રહેલ બેટ દ્વારકાની નારાયણ પ્રસાદ નામની ફીશીંગ બોટને ઓખાની ગુજરાત મેરીટાઈમ બોર્ડની પેસેન્જર જેટી નજીક બાર્જ સાથે અથડાતા જળસમાધિ લીધી હતી. જેમાંના તમામ નવ ખલાસીઓ સદનસીબે બચી જવા પામ્યા છે. જયારે બોટની શોધખોળ ચાલુ છે. ગતરાત્રિના આશરે ૧૨ કલાક આસપાસ દરીયામાંથી ફીશીંગ કરી પરત ફરી રહી હતી ત્યારે ઓખા પેસેન્જર જેટી નજીક એક બાર્જ બંધ હાલતમાં પડયું હતું. અંધારામાં ખ્યાલ ન આવતા આ ફીશીંગ બોટ બાર્જ સાથે અથડાઈ હતી અને દરીયામાં જળસમાધિ લઈ લીધી હતી. જયારે તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com