૧૧ વર્ષની ઉંમરે નાક પર થયેલા પિમ્પલે ૩ વર્ષમાં વિશાળ ગાંઠનું સ્વરૂપ ધારણ કર્યું
જોખમ ખેડી સર્જરી દ્વારા ડોકટર ટયુમરને દૂર કરશે
ગાંઠ કે બીમારી લગભગ લોકોને હોય છે અને તે સામાન્ય પણ છે પરંતુ બાસ્કેટ બોલની સાઈઝની ગાંઠ અને તે પણ મોં પર ! આ બાબત કદાપી સામાન્ય ગણી શકાય નહીં. એમાન્યુલ નામના ૧૪ વર્ષના એક છોકરાના મોં પર બાસ્કેટ બોલ સાઈઝની વિશાળ ગાંઠ થઈ થઈ છે. જેને ઓપરેશન થકી દૂર તો કરી શકાય છે પરંતુ તેમાં મોટું જોખમ છે. આ સર્જરીથી એમાન્યુલ સંપૂર્ણ સ્વસ્થ પણ થઈ શકે છે તો બીજી તરફ તે પોતાનો જીવ પણ ગુમાવી શકે છે.
એમાન્યુઅલના પિતા નોએલ જાયસ અને તેણીની માતા વિજૈનો જાયસ આ ગાંઠને દૂર કરવા શકય તેટલી તમામ કોશીષો કરી રહ્યાં છે. ચાર વર્ષની ઉંમરમાં આ બીમારીએ એમાન્યુઅલના હાથ-પગ સહિતના અંગોને પ્રભાવિત કર્યા હતા. જયારે એમાન્યુઅલ ૧૧ વર્ષનો થયો ત્યારે તેણે જોયું કે, તેના નાક પર એક નાનું એવું પીમ્પલ થયું છે અનેક પ્રયાસો છતાં આ પીમ્પલ મોટું થતા રોકી શકયા નહીં અને આજે ત્રણ વર્ષમાં આ ગાંઠનો વજન દસ પાઉન્ડ જેટલો થઈ ગયો છે જેની સર્જરી આવશ્યક છે. તેના માથા કરતા પણ આ ગાંઠ મોટી છે.
આ બાબતે જેકશન હેલ્થ ફાઉન્ડેશને જણાવ્યું કે, ગાંઠે એમાન્યુઅલના ચહેરા પર સંપૂર્ણ કબ્જો જમાવી દીધો છે અને ચહેરાના ઉપરના ભાગથી નાક સુધીનો ભાગ ખુબજ પ્રભાવિત થયો છે. બાસ્કેટ બોલ સાઈઝની અને દસ પાઉન્ડ વજન ધરાવતી ગાંઠને કારણે એમાન્યુઅલ નાકથી શ્ર્વાસ લઈ શકતો નથી તે મોં દ્વારા શ્ર્વાસ લે છે ગાંઠને કારણે તેની આંખોની દ્રષ્ટિ પણ ઓછી થઈ રહી છે.
હવે ચાર સર્જનોની ટીમ એમાન્યુઅલની સર્જરી કરણશે જે જોખમરૂપ છે. ડોકટરોએ એમાન્યુઅલની ગાંઠને દૂર કરવાની તો છે જ પરંતુ આ સાથે તેઓએ એમાન્યુઅલના રકત પ્રવાહને પણ સરંક્ષિત કરવું પડશે. તેમજ આ ગાંઠ જળમુળથી કાઢવી પડશે નહીંતર ફરીથી થવાની પણ શકયતા છે. ગાંઠ દૂર કરવાની સર્જરી બાદ એમાન્યુઅલે આખા ચહેરા, ગાલ, કૃત્રિમ દાંત વગેરેની સર્જરી પણ કરવી પડશે. જેથી કરીને તે સામાન્ય લોકોની જેમ જીંદગી જીવી શકે.