સોમવાર સુધીમાં તમામ દુકાનોમાં કામગીરી પૂર્ણ કરી લેવાશે
આગામી માસી રાજકોટ શહેરની તમામ સસ્તા અનાજની દુકાનમાં આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસનું માળખુ ગોઠવવા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી ચાલી રહી છે અને આજદિન સુધીમાં ૮૦ ટકા દુકાનોમાં આધાર બેઈઝ સોફટવેરનું ઈન્સ્ટોલેશન પૂર્ણ કરી દેવાયું છે.
જાણવા મળતી વિગતો મુજબ આગામી એપ્રિલ માસી રાજયભરમાં આધારકાર્ડ આધારીત વિતરણ વ્યવસ અમલમાં આવનાર છે ત્યારે રાજકોટ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા એ પૂર્વે જ આગામી ૧લી માર્ચી રાજકોટ શહેરની તમામ સસ્તા અનાજની દુકાનોમાં આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસનું માળખુ ગોઠવવા તખ્તો ઘડી કઢાયો છે અને શહેરની ૨૨૫ પૈકી ૮૦ ટકા દુકાનોમાં આજ દિન સુધીમાં આધાર કાર્ડ આધારિત વિતરણ વ્યવસ ગોઠવવા ખાસ સોફટવેરનું ઈન્સ્ટોલેશન પૂર્ણ કરી લેવાયું છે.
ઉલ્લેખનીય છે કે, આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસ શરૂ યા બાદ પણ જે કુટુંબોએ રેશનકાર્ડ સો આધારકાર્ડનું લીંકઅપ ની કરાવ્યું તેઓને ડ્રાઈવીંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, બેંક પાસબુક સહિતના અન્ય બાર પુરાવાઓ માન્ય ગણવામાં આવ્યા છે. જો કે આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસનું માળખુ ગોઠવાતા હાલ કાળા બજારનો ગોરખધંધો કરતા અનેક પરવાનેદારોની ઉંઘ હરામ ઈ ગઈ છે અને આધારનો ‘તોળ’ ઉકેલ લાવવા માટે કામે વળગ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.