સંઘ દ્વારા નાગપુર ખાતે વિજયા દશમીની પારંપરિક ઉજવણી : દશેરા રેલી અને પથ સંચાલનમાં મોટી સંખ્યામાં સ્વંયમ સેવકો જોડાયા
કેટલાક લોકો ભારતમાં શાંતિ નથી ઈચ્છતા, સમાજમાં વિખવાદ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કટ્ટરતા માત્ર અશાંતિ ફેલાવે છે જેના કારણે દુનિયામાં યુદ્ધો થાય છે : સંઘ સુપ્રીમો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ આજે વિજયાદશમીના અવસર પર નાગપુરમાં દશેરા રેલીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન સંઘના સભ્યોએ નાગપુરમાં ’પથ સંચલન’ (રૂટ માર્ચ)નું પણ આયોજન કર્યું હતું. આ પ્રસંગે આરએસએસના વડા મોહન ભાગવત અને ગાયક શંકર મહાદેવન પણ હાજર હતા. મોહન ભાગવતે સંબોધનમાં જણાવ્યું કે આપણાં સ્વ ને પોતાની ઓળખાણને સુરક્ષિત રાખવી એ મનુષ્યની સ્વાભાવિક ઈચ્છા તેમજ પ્રયત્ન રહે છે. જડપથી પરસ્પર પાસે આવી રહેલા વિશ્વમાં આજકાલ આ ચિંતા વધી રહી છે. સંપૂર્ણ વિશ્વને એક જ રંગમાં રંગવાનો, એકરૂપતા લાવવાનો પ્રયાસ હજુ સીધો સફળ નથી રહ્યો, અને આગળ પણ સફળ નથી રહેવાનો. ભારત ની ઓળખ ને, હિન્દુ સમાજની અસ્મિતા ને બનાવી રાખવી એ વિચાર સ્વાભાવિક તો છે જ. આજ ના વિશ્વ ની વર્તમાન કાલીન સમસ્યાની આવશ્યકતા પૂરી કરવા માટે, પોતાના સ્વયંના મૂલ્યો પર આધારિત, કાળસુસંગત, નવા રૂપરંગ સાથે ભારત ઊભું થાય એવી વિશ્વ ની અપેક્ષા પણ છે. મત સંપ્રદાયોને લઈ ને ઉત્પન્ન થયેલ કટ્ટરતા, અહંકાર તેમજ ઉન્માદ ને વિશ્વ સહન કરી રહ્યું છે. સ્વાર્થોના ટકરાવ તેમજ અતિવાદિતા ને કારણે ઉત્પન્ન થયેલા યુક્રેન અથવા ગાઝાપટ્ટી ના યુદ્ધ જેવા ક્લેશોનું કોઈ નિદાન નથી દેખાઈ રહ્યું.
પ્રકૃતિ વિરુદ્ધ જીવન શૈલી, સ્વચ્છનદતા તેમજ અબાધિત ઉપભોગો ને કારણે નવી નવી શારીરિક તેમજ માનસિક બીમારીઓ ઉત્પન્ન થઈ રહી છે. વિકૃતિયો અને અપરાધ વધી રહ્યા છે. આત્યંતિક વ્યક્તિવાદ ને કારણે પરિવાર તૂટી રહ્યા છે. પ્રકૃતિના અમર્યાદ શોષણ થી પ્રદૂષણ, વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ, ઋતુક્રમમાં અસંતુલન તેમજ તેના દ્વારા ઉત્પન્ન પ્રાકૃતિક દુર્ઘટનાઓ વધી રહી છે. આતંકવાદ, શોષણ તેમજ અધિસત્તાવાદને ખુલ્લુ મેદાન મળી રહ્યું છે. આવી અધૂરી દ્રષ્ટિને લઈને વિશ્વ આ સમસ્યાઓ નો સામનો નહીં કરી શકે એ સ્પષ્ટ થઈ ગયું છે. એટલે આપણાં સનાતન મૂલ્યો તેમજ સંસ્કાર પર આધારિત ભારત પોતાના ઉદાહરણ થી વાસ્તવિક સુખ-શાંતિ નો નવપથ વિશ્વ ને બતાવે એ અપેક્ષા વિશ્વ માં જાગી છે.સમાજમાં પણ કૃષિ, ઉદ્યોગ તેમજ વ્યાપાર, તેના સંબંધિત સેવાઓના ક્ષેત્રમાં, સહકારિતા તેમજ સ્વરોજગારના ક્ષેત્રોમાં નવા સફળ પ્રયોગોની સંખ્યામાં નિરંતર વૃદ્ધિ થઈ રહી છે. પરંતુ પ્રશાસનના ક્ષેત્રોમાં, બધાજ ક્ષેત્રોમાં ચિંતન કરવા વાળા તેમજ દિશા આપવા વાળા બુદ્ધિશાળી લોકોમાં, આ પ્રકારની જાગૃતિની વધારે આવશ્યકતા છે. શાસનની સ્વ આધારિત યુગાનુકૂલ નીતિ, પ્રશાસનની તાત્કાલિક, સુસંગત તેમજ લોકઉપયોગી કર્યો તથા સમાજનો મન, વચન, કર્મથી સહયોગ, તેમજ સમર્થન જ દેશ ને પરીવર્તનની દિશામાં આગળ વધારશે.
પણ આવું ના બને, સમાજની સામુહિકતાવેરવિખેર થઈ ભાગલા પડે, આવા પ્રયાસો વધી રહ્યા છે. પોતાના અજ્ઞાન, અવિવેક, પરસ્પર અવિશ્વાસ અથવા અસાવધાની ને કારણે સમાજ માં ક્યાંક ક્યાંક આવા અપ્રત્યાશીત બનાવો તેમજ વિભાજન વધતું જઇ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભારતનું ઉત્થાન અને એનું પ્રયોજન વિશ્વ કલ્યાણ જ રહ્યું છે. પરંતુ આના કારણે સ્વાર્થી, ભેદભાવપૂર્ણ અને છલ કપટ ના આધાર પર પોતાના સ્વાર્થની સાધના કરવા વાળી શક્તિઓનો વિરોધ પણ નિરંતર ચાલતો હોય છે. જો કે આ શક્તિઓ કોઈ ને કોઈ વિચારધારાનું આવરણ ઓઢી લે છે, કોઈ લોભાવનારી ઘોષણા અથવા લક્ષ્ય માટે કાર્યરત બનવાનો ડહોળ રચે છે, એમના વાસ્તવિક ઉદ્દેશ કઇંક જુદા જ હોય છે. પ્રમાણિક્તા તેમજ નિસ્વાર્થ બુદ્ધિ થી કામ કરવા વાળા લોકો કોઈ પણ વિચારધારા ના હોય, કોઈપણ પ્રકાર નું કામ કરતાં હોય એમના માટે આવા વિઘ્નકારી લોકો બાધા જ બને છે.
ભારત ના બહારના લોકોની બુદ્ધિ ચકિત થઈ જાય, પરંતુ મન આકર્ષિત થઈ જાય એવી એકતાની પરંપરા આપણને વારસામાં મળી છે. એનું રહસ્ય શું છે ? નિ:સંશય એ આપણી સર્વ સમાવેશક સંસ્કૃતિ છે. પુજા, પરંપરા, ભાષા, પ્રાંત, જાત પાત વિગેરે ભેદો થી ઉપર ઉઠીને, આપણાં કુટુંબથી સંપૂર્ણ વિશ્વ કુટુંબ સુધી, આત્મીયતાને વધારવા વાળું આચરણ અને જીવન જીવવાની રીત છે. આપણાં પૂર્વજો એ અસ્તિત્વની એકતા ના સત્યનો સાક્ષાત્કાર કર્યો. એના ફળસ્વરૂપ શરીર, મન બુદ્ધિ ની એક સાથે ઉન્નતિ કરતાં ત્રણેય ને સુખ આપવા વાળા, અર્થ, કામને સાથે રાખી મોક્ષની તરફ અગ્રેસર કરવા વાળું ધર્મ તત્વથી તેઓ અવગત થયા. આ પ્રતીતિ ને આધારે એમણે ધર્મ તત્વ ને ચાર શાશ્વત મૂલ્યો ( સત્ય, કરુણા, શુચિતા તેમજ તપસ) ને આચરણ માં ઉતારવા વાળી સંસ્કૃતિનો વિકાસ કર્યો. ચારેબાજુ થી સુરક્ષિત તેમજ સમૃદ્ધ આપણી માતૃભૂમિના અન્ન, જળ, વાયુ ના કારણે જ આ સંભવ બન્યું છે. એટલે આપણી માતૃભૂમિને આપણાં સંસ્કારોની અધિષ્ઠાત્રી માતા માની ને એની ભક્તિ કરીએ છીએ. હાલમાં જ સ્વતંત્રતાના 75 વર્ષ નિમિતે આપણે સ્વતંત્રતા સંગ્રામના મહાપુરુષોનું સ્મરણ કર્યું. આપણાં ધર્મ, સંસ્કૃતિ સમાજ તેમજ દેશની રક્ષા, સમય સમય પર એમાં આવશ્યક સુધાર તેમજ એના વૈભવનું સંવર્ધન જે મહાપુરુષોના કારણે થયું, એ આપણાં મહાન પૂર્વજ આપણાં સૌના ગૌરવનિધાન છે તેમજ અનુકરણીય છે. આપણાં દેશમાં વિધ્યમાન બધી જ ભાષા, પ્રાંત, પંથ , સંપ્રદાય , જાતિ , ઉપજાતિ ઈત્યાદી વિવિધતાઓ ને એકસૂત્ર માં બાંધી એક રાષ્ટ્ર ના રૂપ માં કરવા વાળા આ ત્રણ તત્વ ( માતૃભૂમિ ની ભક્તિ, પૂર્વજ ગૌરવ તેમજ બધાની સમાન સંસ્કૃતિ) આપણી એકતાના નો ન તૂટે એવું સૂત્ર છે.
આપણને લડાવી ને દેશ ને તોડવા વાળી તાકાતો પણ એનો પૂરો લાભ ઉઠાવે છે. દેખતા દેખતા નાની ઘટના ને મોટું સ્વરૂપ આપી ને પ્રચારિત કરવામાં આવે છે. દેશ વિદેશ થી ચિંતા વ્યક્ત કરવા વાળા અને ચેતવણી આપવા વાળા ભાષણો કરાવાય છે. હિંસા ભડકવવા વાળી “ટૂલ કીટ” સક્રિય બની જાય છે અને પરસ્પર અવિશ્વાસ અને દ્વેષને વધારાય છે. સમાજમાં સામંજસ્ય ઇચ્છતા બધાજ લોકો એ આ ખતરનાક ખેલો ની માયાજાળ થી બચવું પડશે. આ બધી જ સમસ્યાઓ નું નિદાન ધીરે ધીરે જ નીકળશે. એના માટે દેશમાં વિશ્વાસ અને સૌહાર્દનું વાતાવરણ બનવું એ પૂર્વ શર્ત છે. પોતાના મનને સ્થિર રાખી, વિશ્વાસ રાખી પરસ્પર સંવાદ વધે, પરસ્પર સમજદારી વધે, પરસ્પર શ્રદ્ધા ઓનું સન્માન ઉત્પન્ન થાય અને બધાનો મનમેળ વધતો જાય. આ પ્રકારે પોતાના મન કર્મ વચન ને રાખી ને ચાલવું પડશે. પ્રચાર કે ધારણાઓ થી નહીં, વસ્તુ સ્થિતિ થી કામ લેવું પડશે. ધૈર્યપૂર્વક, સંયમ તેમજ સહનશીલતાની સાથે, પોતાની વાણી તેમજ કૃતિની અતિવાદિતા, ક્રોધ તેમજ ભય ને છોડી ને દ્રઢતા પૂર્વક, સંકલ્પબદ્ધ બની, લાંબા સમય સુધી સતત પ્રયાસ કરતાં રહેવાની અનિવાર્યતા છે. શુદ્ધ મનથી કરેલા સત સંકલ્પ ત્યારે જ પૂર્ણ થાય છે.
દરેક પરિસ્થિતિમાં, ગમે તેટલી ઉશ્કેરણી થાય, કાયદો સુવ્યવસ્થા, નાગરિક અનુશાસન તેમજ સંવિધાનનું પાલન કરી ને ચાલતા રહેવું અનિવાર્ય છે. સ્વતંત્ર દેશ માં આ જ વ્યવહાર દેશભક્તિ ની અભિવ્યક્તિ માનવા માં આવે છે. માધ્યમોનો ઉપયોગ કરી ને કરાઇ રહેલા ભડકાઉ અપ-પ્રચારમાં તેમજ એના ફળસ્વરૂપ ઉત્પન્ન થવા વાળી આરોપ પ્રત્યારોપો ની પ્રતિસ્પર્ધામાં નહી ફસાવવું, માધ્યમો નો ઉપયોગ સમાજ માં સત્ય તેમજ આત્મીયતા નો પ્રસાર કરવા માટે થાય. હિંસા તેમજ ગુંડાગરદીનો સાચો ઉપાય સંગઠિત બળ સંપન્ન સમાજ નો કાયદો તેમજ સુવ્યવસ્થાની રક્ષા કરવા માં પહેલ કરતાં શાસન – પ્રશાસન ને ઉચિત સહયોગ આપવો એ જ છે.