સીસીટીવી ધરાવતી શાળાઓને જ પરીક્ષા કેન્દ્ર માટે પસંદ કરાશે: સ્કેનર દ્વારા અંગુઠાનું નિશાન મેચ કરી ગોબાચારી પર રોક
હજુ સુધી સરકાર દ્વારા જેઈઈ અને એનઆઈઆઈટી અને યુજીસી જેવી પરીક્ષાઓ માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવ્યું છે ત્યારે હવે સરકાર દ્વારા ઓપન સ્કૂલ એકઝામ માટે પણ આધારને ફરજિયાત બનાવવા વિચારણા કરાઈ છે. જેના કારણે કોઈ ખોટો ઉમેદવાર પરીક્ષા ન આપી શકે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ઓપન સ્કૂલ એકઝામમાં પણ આધારને ફરજીયાત બનાવવાની સરકારની આ વિચારણા છે. તેનું કારણ ખોટા ઉમેદવાર દ્વારા નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ઓપન લર્નિંગ (એનઆઈઓએસ)માં કિસ્સો બહાર આવ્યો હતો. ત્યારબાદ માનવ સંશાધન મંત્રાલયની મંજુરી મેળવ્યા બાદ આ પરીક્ષામાં પણ આધારકાર્ડ ફરજીયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાબતની પુષ્ટી ત્યારે થઈ કે જયારે એનઆઈઓએસના એક વરિષ્ઠ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગત માર્ચમાં યોજાયેલી પરીક્ષાઓમાં નિરીક્ષકની દેખરેખ હેઠળ અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે મૂળ વિદ્યાર્થીના સ્થાને અન્ય વિદ્યાર્થી પરીક્ષા દેતો પકડવામાં આવ્યો હતો. આ પ્રકારની ઘટના રોકવા માટે આધારને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પરીક્ષા કેન્દ્રો પર સ્કેનર મશીનો પણ રાખવામાં આવશે. જેમાંથી પસાર થઈને જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે છુટ મળશે. જેના માટે અંગુઠાના નિશાન પણ મેળવવામાં આવશે.
એનઆઈઓએસની સ્થાપના ૧૯૮૯માં થઈ હતી. જેના દ્વારા સેક્ધડરી અને સેક્ધડરી લેવલની અન્ય સામાન્ય શૈક્ષણિક કોર્સો સિવાય રોજગાર વિષયક કોર્સ પણ ભણાવવામાં આવે છે. તેમજ એનઆઈઓએસ તેના ઓપન એકઝામિનેશન પ્રોગ્રામ (ઓબીઈ)ના માધ્યમ દ્વારા પ્રાથમિક સ્તરના કોર્સ પણ કરાવે છે. એનઆઈઓએસ દ્વારા એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે શાળાઓમાં સીસીટીવીની સુવિધા નહી હોય ત્યાં પરીક્ષા કેન્દ્રને મંજુર નહીં કરવામાં આવે. અધિકારીના જણાવ્યા પ્રમાણે સંપૂર્ણ પરીક્ષા પ્રક્રિયાની વિડીયોગ્રાફી સંભવ છે કે નહીં તે ચકાસણી કર્યા બાદ જ નિર્ણય લેવાશે. જેથી ભવિષ્યમાં જરૂર પડયે તેને ચેક પણ કરી શકાય.