યુ.આઈ.ડી. આધાર નોંધણી તથા આધારમાં સુધારા-વધારાની કામગીરી મહાનગરપાલિકાના ત્રણેય વિભાગીય કચેરીઓમાં સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન ખાતે ચાલુ છે.
રાજય સરકારની સુચના અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ (શહેરી) ચોથા તબકકાના કાર્યક્રમ અંતર્ગત તા.૨૦ના રોજ વોર્ડ નં.૩ (સેન્ટ્રલ ઝોન), વોર્ડ નં.૫ (ઈસ્ટ ઝોન) તથા વોર્ડ નં.૮ (વેસ્ટ ઝોન) ખાતે સેવા સેતુ આધાર કેન્દ્રોની વ્યવસ્થા કરેલી હોવાથી તે દિવસે રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય કચેરી ખાતે આધાર નોંધણી લગત તમામ પ્રકારની સેવાઓ બંધ રહેશે. પરંતુ સેવા સેતુના સ્થળ (૧) વોર્ડ નં.૩ (સેન્ટ્રલ ઝોન), (૨) વોર્ડ નં.૫ (ઈસ્ટ ઝોન) તથા (૩) વોર્ડ નં.૮ (વેસ્ટ ઝોન) ખાતે કામગીરી ચાલુ રહેશે.