ભાગની જમીનમાં ઢોર ધૂસી જવાનો ખાર રાખી તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા: છ સામે નોંધાતો ગુનો

બરવાળા તાલુકાના ખાંભડા ગામે નજીવી બાબતે છ શખ્સોના ટોળાએ ત્રણ ભાઈઓ પર ખુની હુમલો કર્યો હતો. ભાઈઓ ભાગની જમીનમાં ઢોર ખુશી જવાનો ખાર રાખી તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખાંભાડા ગામે રહેતા ગંભાભાઈ ઉર્ફે કાળુભાઇ સિંધાભાઈ સિંધવ (ઉ.વ.૩૮) નામનો યુવાન પોતાના ભાઈ માતમ અને પિતરાઈ ભાઈ વલ્લભ સાથે ઢોર ચરાવવા ગયા હતા. તે દરમિયાન ફરિયાદીના પિતરાઈ ભાઈ લાલા વશરામ સિંધવે તારા ઢોર અમારી જગ્યામાં કેમ આવે છે તેમ કહી માથાકૂટ કરી હતી

ત્યાર બાદ લાલા સિંધવ, ગંભા સિંધવ, રતા બોઘા સિંધવ, ઘુઘા વશરામ સિંધવ, રણછોડ વશરામ સિંધવ અને અરવિંદ રતા સિંધવ સહિતના ટોળુ હથિયાર વડે ઘસી આવ્યું હતું અને ફરિયાદી ગંભાભાઈ ઉર્ફે કાળુ અને તેના ભાઈ માતમ અને વલ્લભ પર ધારદાર હથિયારો વડે તૂટી પડ્યા હતા. જેમાં ઘવાયેલા ત્રણેય ભાઈઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.