‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લેતા વિધાનસભા-70ના ઉમેદવાર શિવલાલ બારસિયા અને વિધાનસભા-71ના ઉમેદવાર વશરામ સાગઠીયા

વિભાનસભા  દક્ષિણન – ગ્રામ્યનાા આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસીયા અને વશરામભાઇ સાગઠીયા ‘અબતક’ ની શુભેચ્છાએ આવ્યા ત્યારે ‘અબતક’ મેનેજીંગ તંત્રી  સતિષકુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ જે પ્રજાના વિજળી, પાણી, શિક્ષણ વગેરે પ્રશ્ર્નના નિરાકરણ માટે સતત જહેમત ઉઠાવી અને પ્રજાના પ્રશ્ર્ન નિરાકરણ કરવા હરહંમેશ તત્પરતા દર્શાવી હતી. તેઓનો મુખ્ય ઉદેશ શિક્ષણ, આરોગ્ય અને લોકોની સુખાકારી વગેરે પ્રશ્ર્નો લઇ સમાજ માટે કામ કરવા તત્પરતા દાખવી હતી.

DSC 3608

આમ આદમી પાર્ટીએ રાજકોટ ગ્રામ્ય માટે વશરામભાઇ સાગઠીયા અને વિધાનસભા 70ના ઉમેદવાર તરીકે શિવલાલ બારસીયાની કરાયેલી પસંદગી બાદ આપના આ બન્ને ઉમેદવારોએ પોતાના દ્વારા કરાયેલી લોક ઉપયોગી કામગીરી, વિવિધ સામાજીક અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયા હોવાની બન્ને ઉમેદવારોએ ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાત દરમિયાન વિસ્તૃત ચર્ચા કરી હતી.

વશરામ સાગઠીયાનું રાજકીય સામાજીક ક્ષેત્રે યોગદાન

v

રાજકોટ ગ્રામ્ય ધારાસભ્યની બેઠકના આમ આદમીના ઉમેદવાર વશરામભાઇ સાગઠીયા બોટાદ પંથકના વતની અને હાલ રાજકોટને કર્મભૂમિ બનાવી રાજકીય સામાજીક જીવનની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. નાનપણથી રાજકીય ગુણ ધરાવતા વશરામભાઇ વર્ષ 1989માં બોટાદ તાલુકા યુથ કોંગ્રેસના પ્રથમના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી હતી. વર્ષ 1992માં રાજકોટ શહેર કોંગ્રેસના સક્રિય કાર્યકર, બાદ શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી, શહેર કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ, અનુ. જાતિ ડીપાર્ટમેન્ટના ચેરમેન, કેન્દ્રમાં હેન્ડલુમન બોર્ડના ડાયરેકટર અને વર્ષ 2010થી મહાપાલિકામાં કોપોરેટર તરીકે જવાબદારી નિભાવી છે. તે દરમ્યાન વિરોધ પક્ષનું સફળ સુકાન સંભાળ્યુઁ હતું.

આ ઉપરાંત બાબાસાહેબ આંબેડકર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ, શ્રી અલમીન માનવ સેવા ટ્રસ્ટના સ્થાપક, મુકનાયક સમતા સંગઠનના ટ્રસ્ટી અને દલીત જનકલ્યાણ સંઘના ટ્રસ્ટી તેમજ ગુજરાત હરીજન વિકાસ પરિષદના સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવે છે.

જયારુે સમુહ લગ્ન, વ્યસન મુકિત, ટીફીન સેવા, ટોકન દરે એમ્બ્યુલેન્સ, ચોપડાનું નિ:શુલ્ક વિતરણ, સ્કોલરશીપ, બ્ડલ ડોનેશન કેમ્પ, સૌરાષ્ટ્ર વ્યાપી સંમેલનનો કરી ન્યાયથી વંચિતો ન્યાય અપાવી અને સામાજીક અને સેવાકીય પ્રવૃતિ કરી છે.

સામાજીક અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા છે શિવલાલ બારસિયા

04 2

વિધાનસભા – 70ના આમ આદમી પાર્ટીના ઉમેદવારના શિવલાલ બારસીયાનો તા.2.2.2014 ના રોજ મેમ્બર તરીકે આમ આદમી પાર્ટી સાથે જોડાયા રાજકોટ શહેર ઉપપ્રમુખ રાજકોટ શહેર પ્રમુખ ટ્રેડ વિંગ અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ તરીકે નિમણૂંક કરવામાં આવી. ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામના વતની છે તેઓનો વ્યવસાય ઈલેકટ્રીક કોન્ટ્રાકટર છે. અભ્યાસ એચ.એસ .સી. ઈલેકટ્રીક સુપરવાઈઝર, સુધીનો અભ્યાસ કરેલો છે.

સામાજીક અને રાજકીય પ્રવૃતિઓમાં અંગત રસ દાખવી અને સમયાંતરે વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ અને કામગીરી કરેલી જેવી કે છેલ્લા શહેર 16 વર્ષથી રાજકોટ ઈલેકટ્રીક લાઈસન્સ કોન્ટ્રાકટર એસોસીએશનના પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સમાં તમામ હોદાઓ ઉપર રહી કામગીરી બજાવેલ છે. તેમજ ખોડલધામ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે 2011 થી 2020 સુધી દરેક નાની મોટી સોંપવામાં આવેલી જવાબદારીઓ નિભાવી છે.

ગુજરાત વિદ્યુત નિયંત્રણ આયોગના સપ્લાય કોડ એન્ડ રીલેટેડ મેટરના મેમ્બર તરીકે 2016 થી હાલ સુધી પોતાની કામગીરી સંભાળી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં એનર્જી કમીટી તથા મહાજન સંકલન સમીતી તથા એક્ઝીક્યુટીવ મેમ્બર તરીકે માં 2015 થી 2018 સુધી કામગીરી સંભાળી છે.

શિક્ષણ , આરોગ્ય , લોકોની સુખાકારી માટે તેમજ વેપાર ઉદ્યોગને નડતા પ્રશ્નોના નિરાકરણ માટે સતત જહેમત ઉઠાવી અને સરકારમાં હર હંમેશ રજુઆતો કરીને નિરાકરણ લાવવા માટે તત્પરતા દાખવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.