સ્પેનના બરસેલોનમાં આતંકી હુમલો થયો એ જગ્યા એક પર્યટક વિસ્તાર હતો કે જ્યાં બંધુકધારીઓએ બે વાન પુરપાટ દોડાવીને રાહદારીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 13 લોકોના મૃત્યુ થયા હતા અને 50 જેટલા લોકો ઘાયલ થયા હતા જો કે મૃત્યુદર વિષે કઈ ખાસ જાહેરાત કરાઇ નહોતી. પોલીસના જણાવ્યા અનુસાર તેમણે બે સંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ સ્પેનમાં ભારતના દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ આ આતંકી હુમલામાં કોઈ પણ ભારતીયના માર્યા ગયા હોવાના અહેવાલ નથી. તેમણે ટ્વિટર પર હુમલા અંગે ઈમરજન્સી નંબર +34-608769335 પણ જારી કર્યો છે.
આ અગાઉ પણ યુરોપીયન દેશોમાં આ પ્રકારે આતંકી હુમલાઓ થઈ ચૂક્યા છે. જેમાં હુમલાખોર ભીડવાળા વિસ્તારને ટારગેટ કરીને ગાડીનો ઉપયોગ કરીને કચડી નાખે છે. ફ્રાન્સ, બેલ્જિયમ, અને જર્મનીમાં આ પ્રકારના હુમલા થયા છે. પરંતુ સ્પેનમાં આ પહેલવહેલી ઘટના છે. સ્પેનના શાહી પરિવારે આ હુમલાની નિંદા કરી છે