રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી, બાર એસો.ના સભ્ય અને સરકારી વકીલ મહેશભાઈ જોષી ઉપર માથાભારે શખસોએ કરેલા હિચકારા હુમલા મામલે વકીલ આલમમાં અને કાનૂની વર્તુળોએ ધટનાને વખોડી કાઢી રોષ જોવા મળી રહયો છે.
ત્યારે રાજકોટ બાર એસોસિયેશન દ્વારા મહેશભાઈના હુમલાખોરો તરફેનો કેસ નહિ લેવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું સેક્રેટરી દિલીપભાઈ જોષીની યાદીમાં જણાવ્યું છે.
જેમાં રાજકોટ બાર એસો. દ્વારા સરક્યુલર ઠરાવથી ઠરાવવામાં આવ્યું છે કે, બાર એસોસીએશનના સભ્ય અને સરકારી વકીલ મહેશભાઈ એસ. જોષી ઉપર થયેલા હુમલાને બાર એસોસીએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. તેમજ બાર એસોસીએશનના વકીલો પોતાની નૈતીક ફરજ સમજી આરોપી વતી વકીલ તરીકે ન રોકાય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
જમીનમાં દબાણ અંગે મેયરને રજૂઆત કરતા વકીલો
સરકારી વકીલ અ.ૠ.ઙ. મહેશભાઈ જોશી ઉપર હુમલો કરનાર અનીશ જુનેજાએ ગેરકાયદે કોર્પોરેશનની જમીન દબાવવાનો પ્રયત્ન કરી બાંધકામ કરતા હોય તેની વિરુદ્ધ સરકારી વકીલ મહેશ જોષીએ અરજી કરતા તેમના ઉપર ગંભીર ઇજા કરી હુમલો કરેલો હતો. વકીલો અને સરકારી વકીલો મેયર પ્રદીપભાઈ ડવ ને મળી આરોપી જુનેજાએ ગેરકાયદે કોર્પોરેશનની જમીન નો કબજો કરેલો હોય તેમજ બાંધકામ કરતા હોય તે દૂર કરવા રજૂઆત કરી હતી મેયર ડવએ કડક હાથે કામગિરિ કરવાની વકીલોને બાહેધરી આપી છે.
આ તકે હુમલામાં ધવાયેલા મહેશભાઈ જોશી,દિલીપભાઈ પટેલ, બકુલભાઈ રાજાણી, સરકારી વકીલ ડોડીયા, પરાગ શાહ, આબિદ શોસન, તરુણ માથુર અને નોટરી એસોસિએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ સહિતના અનેક વકીલો હાજર રહ્યા હતા.
એમએસીટી બારે બનાવને વખોડી કાઢયો
રાજકોટ બારના આજીવન સભ્ય – જિલ્લા સરકારી વકીલ મહેશભાઈ જોષી ઉપર થયેલ જીવલેણ હુમલાને એમએસીટી બારના પ્રમુખ મનીષ ખ્ખરેસખત શબ્દો માં વખોડી કાઢ્યો હતો. તેમજ રાજકોટ બારે જે ઠરાવ કરેલ છે તેને એમ.ઍ.સી.ટી બાર એસોસિયેશનનું સમર્થન હોવાનું જણાવી શહેર પોલીસ આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.