બેંગ્લોર સામેની જીત બાદ પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે જેમાં પંજાબ અને આરસીબી વચ્ચેનો મેચ પણ ખૂબજ રોમાંચક બન્યો હતો. પંજાબની ઘાતક રમત ની સામે બેંગ્લોરની ટીમ 54 રને હારી હતી. આ જીત સાથે પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત બની છે.
પંજાબ તરફથી રમતા જોની બેરિસ્ટો અને લિયામ લિવિંગસ્ટનની અત્યંત તોફાની બેટિંગ કી બેંગલોરની ટીમ ધ્વસ્ત થઈ ગઈ હતી અને પંજાબ 200 રન કરવામાં સફળતા હાંસલ કરી હતી. એટલું જ નહીં પંજાબના બોલો એ પણ પોતાનું આગવું પ્રદર્શન આપ્યું હતું અને ટીમને જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન પણ પૂરું પાડ્યું હતું.
210 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગલોરની ટીમ માત્ર 155 રનજ બનાવી શકી હતી. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે ચાર વિકેટ ઝડપી હતી અને મેક્સવેલે સૌથી વધુ ૩૫ રન ફટકાર્યા હતા. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ પંજાબને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા બેરસ્ટો અને ધવનની જોડીએ 60 રનની ભાગીદારી નોંધાવી હતી. બેરસ્ટો ૨૯ બોલમાં 7 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 66 રન નોંધાવ્યા હતા. પંજાબના બેટ્સમેનોએ વિકેટો ગુમાવી હતી, પણ રનરેટને જાળવી રાખ્યો હતો અને સ્કોરને 200ને પાર પહોંચાડયો હતો. હાલ બેંગલોરની ટીમ માટે સંકટ ઊભું થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.