‘અબતક’ની મુલાકાતમાં રોટરી કલબના હોદેદારોએ આપી ક્વિઝની વિગતો
રાજકોટના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા અને ખાસ કરીને નેશનલ લેવલની કિવઝ કોમ્પીટેશન માટે તૈયાર થાય તેમાટે રોટરી કલબ ઓફ રાજકોટે 2013માં શરૂ કરેલી કવીઝ કોમ્પીટેશનને દર વર્ષની જેમ આ વર્ષ પણ શાળાઓનો જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે.
અબતકની મુલાકાતમાં રોટરી કલબના પ્રોજેકટ ચેરમેન હરેનભાઈ વોરા, આસી ગવર્નર ડો. હીનાબેન મહેતા, પ્રમુખ દીવ્યેશભાઈ પટેલ બોર્ડ મેમ્બર પરાગભાઈ તન્નાએ કવિઝ અંગે જણાવ્યું હતુ કે વર્ષ 2013 માં ક્લબના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલ હતું જેનો હેતુ વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક સામાન્ય જ્ઞાન વધે તે હતું . આ BATTLE OF THE MINDSનામની સ્પર્ધામાં રાજકોટના વિદ્યાર્થીઓની રુચિ જોતા , દર વર્ષે આયોજન કરવાનું નક્કી કરેલ અને તેના ભાગરૂપે આ વર્ષે પણ રવિવાર , તારીખ 22.01.2023 ના સવારે 9:00 વાગ્યાથી , સીએ ભવન , ગીરીરાજ નગર મેઇન રોડ , રૈયા રોડ , રાજકોટ ખાતે કરેલ છે.
આ વર્ષ BATTLE OF THE MINDSની ક્વિઝ માસ્ટર વિનય મુદલીયાર ને ખાસ બેંગ્લોરથી આમંત્રિત કરેલ છે , કે જેમણે દેશની નામાંકિત સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ , આઈએમટી નાગપુર , ટાઇમ્સ ઓફ ઇન્ડિયા તથા ડેકન હેરાલ્ડમાં આવી સ્પર્ધાઓનું સફળ સંચાલન કરેલ છે.
આ સ્પર્ધાના પ્રથમ વિજેતા ને સ્વ સૂર્યકાંતભાઇ કોઠારી મેમોરિયલ ટ્રોફી , ગોલ્ડ મેડલ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે . આ ઉપરાંત ફર્સ્ટ રનર તથા સેક્ધડ રનર ને પણ અનુક્રમે સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે . આ ઉપરાંત ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને એક ગિફ્ટ આપવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ક્લબના બધા જ સભ્યોએ સારી જહેમત ઉઠાવેલ છે.વધુ માહિતી માટે રોટે. હરેન વોરા (9825217911) અથવા રોટે સકીના ભારમલ ( 9909998055) નો સંપર્ક કરવા જણાવાયું છે.