પીછે પડ ગયા ઇન્કમટેક્સમ !!!

  • વડોદરાની બેંકર્સ હાર્ટ હોસ્પિટલમાં આવકવેરા વિભાગના દરોડા
  • વહેલી સવારથી જ સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરાઈ: બેનામી આવકના પુરાવાઓની
  • સાથે કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક સહિતની ચીજવસ્તુઓ આવકવેરા વિભાગ દ્વારા સીઝ કરાઈ

આવકવેરા વિભાગ છેલ્લા ઘણા સમયથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર જ્વેલર્સ અને અંતે સિરામિક ઉદ્યોગ ઉપર તવાઈ બોલાવી હતી ત્યારે ફરી આજે વેરા વિભાગ દ્વારા તબીબો પર તવાઈ બોલાવવામાં આવી છે જેમાં આજે વહેલી સવારથી વડોદરા અને સુરત ખાતે આવેલી બેન્કર હોસ્પિટલની ચેઇન ઉપર સર્ચ ઓપરેશન ની કામગીરી હાથ ધરાઇ છે.

ઓપરેશન હાથ ધરાતા વિવિધ ટીમો દ્વારા બેંકર્સ હોસ્પિટલ સહિતના અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા . ની કામગીરી દરમિયાન ટીમ દ્વારા કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને નાણાકિય વહિવટના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરાઈ હતી. કોરોનાની મહામારી દરમિયાન ઘણી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલી ઉઘાડી લૂંટ બાદ આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલોમાં સર્ચ તેમજ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હોસ્પિટલના ડોક્ટર દર્શન બેન્કરની જૂના પાદરા રોડ, માંજલપુર અને વારસીયા રિંગરોડ ખાતે આવેલી હોસ્પિટલોમાં વહેલી સવારથી આઇટી વિભાગની  ટીમો ત્રાટકી હતી અને વહેલી સવારથીજ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડોક્ટર દર્શન બેંકરના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એક બેનામી વ્યવહારો સામે આવવાની સંપૂર્ણ શક્યતા હાલ સેવાઈ રહી છે. સરકારની કામગીરી માં અનેકવિધ બે નાની દસ્તાવેજો પણ આવકવેરા વિભાગની ટીમને મળ્યા હોવાનું સામે આવ્યું છે જે અંગેની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન કાર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા તેનાથી પણ વધુ રૂપિયાની ઉઘરાણી તબીબો દ્વારા કરવામાં આવતા આવકવેરા વિભાગની રડારમાં હોસ્પિટલ આવી ગઈ હતી એટલું જ નહીં અનેક વિવાદોમાં પણ બેન્કર હોસ્પિટલ ઘેરાયેલી હતી. જોવાની વાત તો એ છે કે, હોસ્પિટલના  ડોક્ટર દર્શન બેન્કર્સ વિવાદમાં ત્યારે આવ્યા જ્યારે તેઓએ કરોડો રૂપિયાની બેંક લોન લઈને શરૂ કરેલી અન્ય હોસ્પિટલોની લોન પણ પૂરી કરી હોવાની જે તે સમયે ચર્ચાઓ ચાલી હતી. જે અંગે પણ આઇટી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આવકવેરા વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન માત્ર વડોદરામાં જ નહીં પરંતુ ડોક્ટરની સુરત ખાતે આવેલી અન્ય હોસ્પિટલોમાં પણ કરવામાં આવ્યું છે.  આ હોસ્પિટલો પૈકી જુના પાદરા રોડ સ્થિત બેન્કર્સ હોસ્પિટલ તેમજ તેમના નિવાસસ્થાન અને તેમની સાથે સંકળાયેલા અન્ય ડોક્ટર્સને ત્યાં પણ આજે વહેલી સવારથી 50 જેટલા આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ સર્ચ ઓપરેશન કર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં આવકવેરાના અધિકારીઓએ બેનામી આવકના પુરાવા, કોમ્પ્યુટર તેમજ ફાઈલો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી કરોડો રૂપિયાની બેનામી રકમ મળશે તેમ આવકવેરા વિભાગનું માનવું છે. વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલી આવકવેરા વિભાગની કાર્યવાહી મોડી રાત સુધી ચાલશે તેમ માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.