રાજકોટ કમીશનર ઈલેવનના બેસ્ટ બોલર પૂર્વેશ રાજપરાને કમલેશ મીરાણી અને બેસ્ટ બેટ્સમેન નિકુંજ પંડયાને કમીશ્નર બંછાનિધિના હસ્તે ઈનામ અપાયું
ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય સમાપન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૯ ગઈકાલે તા. ૮ જુને સંપન્ન થઈ હતી. જેમાં સુરત મેયર ઈલેવન અને વડોદરા કમિશ્નર ઈલેવન ચેમ્પિયન થયેલ છે. સુરત અને અમદાવાદ મેયર ઈલેવન વચ્ચે ફાઈનલ મેચ નિહાળવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ ટુર્નામેન્ટમાં ૮ મહાનગરપાલિકા વચ્ચે મેયર ઈલેવન અને કમિશ્નર ઈલેવન કેટેગરીમાં મેચ રમાઈ હતી. જેમાં મેયર ઇલેવનમાં અમદાવાદ ઈલેવન રનર્સ-અપ જયારે સુરત મેયર ઈલેવન ચેમ્પિયન બની હતી. જયારે કમિશ્નર ઈલેવન કેટેગરીમાં રાજકોટ ઈલેવન રાજકોટ ટીમ રનર્સ-અપ જયારે વડોદરા ઈલેવન વિજેતા બની હતી.
ઉત્સાહ ભર્યા માહોલમાં અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રીવેદી તેમજ મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી તેમજ સર્ટીફીકેટ તેમજ મેં ઓફ ધ મેચ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેનને શિલ્ડ એનાયત કરાયા હતાં.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજ, અમદાવાદ હાનગરપાલિકાના મેયર બીજલબેન પટેલ, પંકજભાઈ ભટ્ટ, દલસુખભાઈ જાગાણી, કિશોરભાઈ રાઠોડ, અજયભાઈ પરમાર, વિવિધ કમિટીના ચેરમેન, કોર્પોરેટર, મ્યુનિસીપલ કમિશ્નર બંછાનિધિ પાની, કોર્પોરેશનના અધિકારીઓ, ટીમના ખેલાડીઓ તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્તિથ રહ્યા હતાં.
રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખુબજ ખેલદીલીથી આખી ટૂર્નામેન્ટ રમાઈ હતી. છેલ્લા ૧૨ વર્ષી ઈન્ટર કોર્પોરેશન ટી-૨૦ ટૂર્નામેન્ટ રમાય છે. પરિવારની ભાવનાથી આઠેં કોર્પોરેશનમાંથી કમીશ્નર ઈલેવન હાયે કે મેયર ઈલેવન ખેલદીલી બતાવી તમામ ખેલાડીઓ રમ્યા છે.
કોઈ જીતે છે કોઈ શીખે છે… હારતું કોઈ ની: રાજેન્દ્ર ત્રિવેદી
ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતભરમાંથી તમામ મહાનગરપાલિકાઓમાંથી બે-બે ટીમ મેયરની અને મ્યુનિ. કમિશનરની ટીમ કુલ મળીને ૧૬ ટીમ રાજકોટના સ્ટેડિયમમાં રમી છે ત્યારે ફાઈનલ મેચમાં બરોડા અને સુરત ટીમ વિજય ઈ છે. તેને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આ મેચોમાં કોઈ હાર્યું ની ફકત ગુજરાત જીત્યું છે.