બાર એસો.ના ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો સહિતના ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
બાર એસો.ની ચૂંટણીમાં માત્ર પેનલ જ વિજેતા બનતી હોવાના ભ્રમ ૬ સ્વતંત્ર ઉમેદવારોએ ભાંગ નાખ્યો હોવાનું આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલા નવનિયુકત ઉપપ્રમુખ બકુલભાઈ રાજાણીએ કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેં કયારેય કોઈ વકિલનું અહિત કર્યું નથી માટે સીનીયર અને જુનિયર વકિલો મારી પડખે રહ્યાં છે. વિજય મળ્યા બાદ વિરોધીઓએ કરેલું ગંદુ રાજકારણ ખરેખર નિંદનીય છે. બારની ચૂંટણીમાં પેનલ જ જીતી જાય તે વાતનો છેદ ઉડી ગયો છે.
તેમણે જીત અપાવવા બદલ સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓનો આભાર માન્યો હતો. હસુભાઈ દવે અને પી.ટી.જાડેજા સહિતના સિનીયર ધારાશાસ્ત્રીઓનો ખુબ જ ટેકો રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. આ તકે ઉપપ્રમુખ બકુલભાઈ રાજાણીની સાથે કારોબારી સભ્ય કે.સી.વ્યાસ તથા નિશાંત જોષી ઉપરાંત વરીષ્ઠ ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપરા, હેમલભાઈ ગોહિલ, પરકીનભાઈ રાજા, મનોજભાઈ તંતી, આદિત્યભાઈ મજેઠીયા, વિશાલભાઈ ગોસાઈ, જે.બી.શાહ અને પી.સી.વ્યાસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.