મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને નજીવા દરે ચોપડા આપવામાં આવી રહ્યા છે.
મોરબીના સો ઓરડીમાં આવેક વરીયા મંદિર ખાતે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ધોરણ ૧ થી ૧૨ ના વિધાર્થીઓ ને રૂ.૨૦ના દરે ૪ ફુલસ્કેપ ચોપડા આપવામાં આવી રહ્યા છે. આ વિતરણ સાંજે ૪ થી ૮ દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
ઈનામ વિતરણ માટે અને ફુલસ્કેપ ચોપડા મેળવવા માટે પરિણામ ની નકલ પાછળ નામ,સરનામું, મોબાઈલ નંબર લખીને સ્થળ પર જમા કરાવીને પહોંચ મેળવી લેવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com