- હળદર અને મરચાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ ચિંતિત
- રેશમપટ્ટાનો ભાવ કિલોએ 400થી 450 અને કાશ્મીરી મરચાનો ભાવ 700થી 900 વચ્ચેનો બોલાઈ રહ્યો છે
ઉનાળાની શરૂઆત થતાં જ લોકો આખા વર્ષના મસાલા ભરતા હોય છે. ગૃહિણીઓ મરચું, હળદર, ધાણાજીરું ખરીદવા મસાલા માર્કેટ પહોંચે છે અને આખા વર્ષના મસાલા ભરે છે. પરંતુ આ વર્ષે મસાલા માર્કેટમાં દર વર્ષ જેટલી તેજી નથી દેખાઈ રહી. મસાલાના ભાવમાં ધરખમ વધારો થયો હોવાથી માર્કેટમાં સનકારો છવાઈ ગયો છે. મરચાના ભાવમાં ગતવર્ષ કરતા અધધ 100%નો વધારો જોવા મળ્યો છે. રાજકોટના નાના મવા રોડ, 80 ફૂટ રોડ, 150 ફૂટ રોડ, પેડક રોડ, કુવાડવા રોડ, નાણાવટી ચોક, ભક્તિનગર સર્કલ સહિતની અનેક જગ્યાઓ પર મસાલા માર્કેટ ભરાય છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મસાલાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓ દર વર્ષે મસાલા માર્કેટમાંથી મસાલાની ખરીદી કરી આખા વર્ષના મસાલા દળાવીને ભરતી હોય છે. પરંતુ આ વર્ષે તમામ જાતના મરચાના ભાવ ડબલ થઈ ગયો છે.
તેમજ અન્ય મસાલાના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગત વર્ષે જીરું 250 થી લઈને 330 રૂપિયા કિલો મળતું હતું. જે આ વર્ષે 350 થી લઈને 450 રૂપિયે કિલો મળી રહ્યું છે. તો હળદરના ભાવમાં પણ 20% જેટલો ભાવ વધારો થયો છે. મસાલાના ભાવમાં મોટા વધારાને કારણે આ વખતે ગૃહિણીઓએ છે. ખાસકરીને મરચાના ભાવમાં ડબલ થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને આ મોંઘવારીને લઈને ભારે મુશ્કેલી પડી રહી છે. તો મસાલાના ભાવમાં અસહ્ય ભાવવધારાને લઈને વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે અને ગતવર્ષ કરતા ઘરાકી પણ ખૂબ ઓછી જોવા મળી રહી છે અને મસાલા માર્કેટ ખાલી જોવા મળી રહી છે.
રાજકોટમાં રેશમપટ્ટો, ડબલ રેશમપટ્ટો, કાશ્મીરી, અગ્નિ અને ટમેટો આ જાતનું મરચુ ખપે છે. રેશમપટ્ટાનો ભાવ કિલોએ 400થી 450 અને કાશ્મીરી મરચાનો ભાવ 700થી 900 વચ્ચેનો હાલના સમયમાં બોલાઈ રહ્યો છે હજુ પણ આ ભાવ ઘટી જશે. ધાણી અને હળદરમાં 15%નો ભાવ વધારો થયો છે, ધાણી પ્રતિ કિલો 110 થી 250, હળદર 120 થી 300 રૂપિયા, ધાણાનો ભાવ 70 રૂપિયાથી 110, જીરાના ભાવ પણ ઉંચકાયા હોવાથી સારી ક્વોલિટીનું જીરૂ રૂા. 300થી 360નું કિલો છે.
ગુજરાતના મરી મસાલા વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે : જીતુ વિકાણી
શ્રીરામ મસાલા માર્કેટના જીતુભાઈ વિકાણી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ ઉનાળાની સાથે મસાલા માર્કેટની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે શ્રીરામ મસાલા માર્કેટ છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે અને લોકોમાં ભરોસાપત્ર નામ એટલે શ્રીરામ મસાલા માર્કેટ છે એ લોકો આવીને પોતાની પસંદગી મુજબના મરચા હળદર ધાણા વગેરે લઈ પોતાની નજર સામે દડાવી શકે છે અમારે અહીં તમામ પ્રકારના મસાલા ગરમ મસાલા કાજુ બદામ બધી જ વસ્તુ મળી રહે છે લોકોમાં આગ્રહ હોય છે કે દેશી મરચું લેવું ત્યારે અહીં દેશી મરચું, રેવા રેશમ પટ્ટો, લવિંગિયા મરચાં, ડબ્બી કાશ્મીરી મરચું શહીદ શ્રેષ્ઠ ગુણવત્તા વાળું મળી રહે છે. ત્યારે રેવા રેશમ પટ્ટો ગોંડલનું પ્રખ્યાત મરચું છે તે કલરમાં લાલ અને મીડીયમ તીખું હોય છે અહીં વધુ પડતા ગોંડલથી વધુ વેપારીઓ આવતા હોય છે જેને પોતાનું મરચું હોય છે ત્યારે ધાણીમાં પણ અલગ અલગ પ્રકાર આવે છે જેમ કે ઇન્દોરીદાણી, દેશી ધાણી તેમજ હળદરમાં સાંગલીની જ આવે છે ત્યારે મૂડી ની હળદર , રાજાપુરી, સેલમ, હળદર દેશી હળદર કહેવાય, કેસર સોલંકી જેનો કલર કેસરી જેવો આવે છે ત્યારે લોકો વધુ કેસર સેલમ હળદર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ચાલુ વર્ષે મરચાનો પાક પુષ્કળ પ્રમાણમાં થયો છે જેથી આ વર્ષે મરચું સસ્તું થયું છે અને ઝીરોમાં અઢીસો રૂપિયા જેટલો ભાવ જોવા મળી રહ્યો છે અને ધાણામાં રૂપિયા 100 થી લઈને રૂપિયા 125 સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે અહીં આવતા ગ્રાહકો પોતાની સામે જ વસ્તુ લે છે અને તેની સામે જણાવે છે જેથી ગ્રાહક કોઈ છેતરાય નહીં કોઈ ભેળસેળ વાળી વસ્તુ ના મળે તેની જાતે જ ખાતરી કરી શકે લોકો જ્યારે આખા વર્ષ માટે મરચું પાવડર લેતા હોય છે ત્યારે તેમાં ઘણા લોકો તેમાં તેલ અને મીઠું ચડાવતા હોય છે ત્યારે અમે ગ્રાહકને ઈચ્છા મુજબ કોરું મરચું અથવા મરચા પાવડરમાં તેલ ચડાવી આપીએ છીએ આપણા ગુજરાતના મસાલા ભારત સહિત વિશ્વભરમાં પ્રખ્યાત છે
મસાલાની બાર મહિના માટે ખરીદી કરતા હોય છે ત્યારે ધ્યાનપૂર્વક ખરીદી કરવી જોઈએ : હેતલબેન (ગ્રાહક)
મહાવીર મસાલા માર્કેટમાં મસાલાની ખરીદી કરવા આવેલ ગ્રાહક હેતલબેન મકવાણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું દર વર્ષે મહાવીર મસાલા માર્કેટમાંથી મરચાં ખરીદી કરી અને દડાવીને 12 માસ માટે લઉં છું. ત્યારે આ વર્ષે મળતા સારા જોવા મળે છે હાલ સીઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમે પણ મસાલા માર્કેટ માં મસાલાની ખરીદી કરી છે. કાશ્મીરી મરચા ની ખરીદી કરી છે. રસોઈમાં સ્વાદ માટે મસાલા ખૂબ જ જરૂરી હોય છે ત્યારે આપણે ઉત્તમ ખરીદી કરી હોય તો જ રસોઈ સારી બને. બાર મહિના માટે ખરીદી કરી હોય ત્યારે હું મસાલામાં ઝીંગતેલ અને મીઠું નાખીને મૌવુ છું. જેથી મસાલો કાળો નથી પડતો અને કાચની બરણીમાં પેક કરી રાખવું જોઈએ અને હળદરમાં આખું મીઠું રાખવામાં આવે છે જેથી સારું રહે છે
મસાલા સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ સારા : નિરવ ચૌહાણ
મહાવીર મસાલા માર્કેટના નીરવ ચૌહાણ એ જણાવ્યું હતું કે મહાવીર મસાલા માર્કેટ નીલકંઠ સિનેમા પાસે છેલ્લા દસ વર્ષથી મસાલા માર્કેટ ધરાવે છે . રેશમ પટ્ટો, ડબલ પટ્ટો મીડીયમ તીખું માટે ઘોલર મરચું ,કાશ્મીરી મરચું, તેમજ હળદર ધાણાજીરું રાઈ મેથી સહિત દરેક પ્રકારના કઠોળ જાણી માર્કેટમાં આવી ગયા છે . ભોજનમાં મસાલા વગર સ્વાદ ન મળે તેમાં પણ ભારતના મસાલા મસાલા જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે ભારત ના મસાલા વિશ્વભરમાં પ્રખ્યાત છે અહીં રેશમ પટ્ટો અને કાશ્મીરી મરચું છે જે કર્ણાટકથી આવે છે. અને જે લોકોને તીખું જોઈતું હોય તેને તેના માટે ગોંડલ નું પ્રખ્યાત રેશમ પટ્ટો આવે છે. ત્યારે હળદરમાં સેલમ , કેસર સેલમ , મૂડીની હળદર , આંબાની હળદર , સાંગલીની હળદર આવે છે હાલ માર્કેટમાં તૈયાર પેકિંગ મસાલા આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની રૂઢિ પ્રમાણે માર્કેટમાં જઈ પોતાની જાતે સારી ગુણવત્તાની વસ્તુ પાસ કરે છે. તેને 24 કલાક ખુલ્લું રાખીને તેમાં તેલ ચલાવતા હોય છે બાર મહિનાની ખરીદી કરતા હોય છે ત્યારે મહાવીર મસાલા માર્કેટ દ્વારા જાળવણી પૂરેપૂરી રાખવામાં આવે છે . ખાસ રેશમ પટ્ટો ગોંડલનો પ્રખ્યાત છે જે તીખું છે ત્યારે કાશ્મીરી જે મોરુ આવે છે. લોકો પોતાના સ્વાદ પ્રમાણે ખરીદી કરતા હોય છે. હળદર આપણા સ્વાસ્થ્ય માટે સારી હોય છે આપણે વડીલો કહેતા કે રોજ સવારે એક ચમચી હળદર પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને હળદર આપણા હાડકાને મજબૂત રાખે છે . તે જ રીતે મરચું પણ આપણા શરીરનું પાચન શક્તિ માં વધારો કરે છે જેથી આપણા મસાલા સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ સારા છે. આ વર્ષે મરચાના ભાવ 50 રૂપિયાથી લઈ 80 સુધી ભાવ ઘટાડો જોવા મળે છે ત્યારે હળદર અને ધાણાજીરૂમાં રૂપિયા 40 થી 50 સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે