- ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટની સરાહનીય કામગીરી
- ઈમરજન્સી બ્રેક લગાવીને 10 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા
ભાવનગર ન્યૂઝ : પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.
ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, 17 જૂન, 2024 (સોમવાર) ના રોજ સવારે, લોકો પાઇલટ શ્રી મુકેશ કુમાર મીના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડ઼ી સંખ્યા LLU/PPSP, લોકો નંબર 24690 ને જ્યારે લઈ જતો હતો ત્યારે સિંહોને ટ્રેક પર બેઠેલા જોયા અને તાત્કાલિક ઇમરજેન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી દીધી. થોડીવાર રાહ જોયા પછી તેણે જોયું કે બધા સિંહો ધીમે ધીમે પાટા પરથી ખસી ગયા. સિંહોની કુલ સંખ્યા 10 હતી. સિંહોને ટ્રેક પરથી ખસી ગયા પછી લોકો પાયલોટ દ્વારા ટ્રેનને પીપાવાવ પોર્ટ સાઇડિંગ તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ અંગે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી.
માહિતી મળતાં જ, લોકો પાયલોટ શ્રી મુકેશ કુમાર મીણાના આ પ્રશંસનીય કાર્યની ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજરહિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.