દેશભરમાં ચોમાસાની ધમકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. ગુજરાતમાં કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ જતાં ખેડૂતોએ પણ રાહનતો શ્વાસ લીધો છે. ત્યારે તમે ટીવી પર કે સમાચાર પત્રોમા ‘બારે મેઘ ખાંગા શબ્દ’ વાંચ્યો કે સાંભળ્યો હશે. પરંતુ શું તમે ખબર છે તેનો શું મતલબ થાય છે?અને વરસાદના કેટલા પ્રકાર અને એના શું નામ છે ?જ્યારે અતિ ભારે વરસાદ પડે ત્યારે અને બારે પ્રકારના મેઘ જોવા મળે ત્યાર ‘બારે મેઘ ખાંગા શબ્દ’ વપરાય છે.
- વરસાદના 12 પ્રકાર
- ફરફર: માત્ર રૂવાડાં ભીના થાય એવો વરસાદ
- છાંટા: ફરફર કરતાં વધુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ
- ફોરાં: છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ
- કરાં: ફોરાં કરતા મોટા ટીપાં, જે બરફ રૂપે વરસે
- પછેડી વા: પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ
- નેવાંધાર: ઘરના નળિયા સંતુપ્ત થઈ જાય પછી ટપકવા માંડે એવો વરસાદ
- મોલ – મે: ખેતરમાં પાકને જીવતદાન મળે એટલો વરસાદ
- અનરાધાર: છાંટા કે ફોરા એકબીજાને અડી જાય, જાણે ધાર પડવા લાગે એવો વરસાદ
- મુશળધાર કે સુપડાધાર: બે ચાર ધારા ભેગી થઇને એકધારી વરસતી રહે તેવો વરસાદ. જાણે સુપડામાંથી પાણી પડતું લાગે.
- ઢેફા ભાંગ: ખેડેલા ખેતરોની માટીના ઢેફાને ભાંગે એવો વરસાદ આનેવાવણી જોગ પણ કહેવાય.
- પાણ – મે: ખેતરના કયારાઓ પાણી થી ભરાઈ જાય. પાણી જમીનમાં ઉતરે કૂવાની સપાટી ઉંચી આવે.
- હેલી: આ ૧૧ પ્રકારના વરસાદનું મિશ્રણ વરસ્યા કરે. અઠવાડિયા સુધી કોઈ પણ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેને હેલી વરસી એવું કહેવાય છે.બારે પ્રકારના મેઘ એક સામટા વરસે ત્યારે કહેવાય, બારે મેઘ ખાંગા થયા.