એની સાથે સ્કર્ટ, પ્લાઝો, જીન્સ, શોટ્રસ પહેરી શકાય
૧૯૭૦ની આસપાસ એક ફ્રેન્ચ ઍક્ટ્રેસ બ્રિજિટ બાર્ડોએ પોતાના પર્સનલ ફેશન-ડિઝાઇનર પાસે બ્રોડ નેક વિ ઑફ-શોલ્ડર સ્ટાઇલનાં ટોપ ડિઝાઇન કરાવ્યાં. દાયકા પછી તેની આ સ્ટાઇલને જોઈને બધી મહિલાઓ પણ આવી જ સ્ટાઇલનાં કપડાં ડિઝાઇન કરાવવા લાગી અને ધીરે-ધીરે આ સ્ટાઇલ એક નવા ફેશન-ટ્રેન્ડરૂપે માર્કેટમાં આવી. આ ફેશનને નામ મળ્યું બાર્ડો. આ ફેશન હમણાં-હમણાં ભારતમાં ઘણી પ્રચલિત ઈ રહી છે. આને આપણે ઑફ-શોલ્ડરના નામે પણ ઓળખીએ છીએ. જે લોકોને પોતાનો બોલ્ડ લુક જોઈતો હોય, પણ વધારે એક્સપોઝ ન કરવું હોય તો એ માટે આ બાર્ડો ટોપ બેસ્ટ ઑપ્શન છે.
ડિઝાઇન
બાર્ડો બેઝિકલી નેકની સ્ટાઇલને કહેવામાં આવે છે. બાર્ડોમાં નેકમાં બહુ પેટર્ન જોવા નહીં મળે. આમાં તમને બોટ નેક, વી નેક, રાઉન્ડ નેક જ વધુ જોવા મળશે. હા, પણ નેક લાઇનની આસપાસ તમે ઘણી પેટર્ન આપી શકો છો. એ વિશે જણાવતાં ફેશન-ડિઝાઇનર કહે છે, ત્યાં તમે ોડા ફ્રિલ આપી દો. એ સિવાય તમે નેક લાઇનને ઓવરલેપ પણ કરી શકો છો. એ સો નેક ઉપર રોલઅપ પણ કરાવી શકો છો.
બાર્ડો ટોપ સ્ટ્રેચેબલ હોય છે. એને હેન્ગિંગ કરવા માટે ટોપ સો ઇલેસ્ટિક અવા બેક ચેઇન નાખવામાં આવે છે. એ સિવાય શોલ્ડર પર નાની પટ્ટી પણ આપી શકો. કોટન, શિફોન, જ્યોર્જેટ, લાયક્રા, લાઇવા (અમેરિકન જ્યોર્જેટ) મટીરિયલમાં બાર્ડો ટોપ સારો ઉઠાવ આપે છે.
પ્રિન્ટ ઍન્ડ કલર
બાર્ડો ટોપમાં કલરમાં સ્કિની ઑપોઝિટ કલર સારા લાગે. એમાં વાઇટ, પર્પલ, રેડ, રોયલ બ્લુ, ડાર્ક ઑરેન્જ, ડાર્ક મરૂન, યલો, ડેનિમ વગેરે કલર સારા લાગે. આમાં તમે કલર-કોમ્બિનેશન પણ ટ્રાય કરી શકો છો એમ જણાવતાં ફેશન-ડિઝાઇનર કહે છે, કલર-કોમ્બિનેશનમાં શોલ્ડર પર બીજો કલર અને બાકી જગ્યાએ બીજો કલર ટ્રાય કરી શકો છો, પણ કલર-કોમ્બિનેશન કરતી વખતે એ ધ્યાનમાં રાખવું કે એમાં કોઈ પણ બે જ કલર ટ્રાય કરવા. જો ત્રીજો કલર ટ્રાય કરવા જશો તો ફિયાસ્કો ઈ જશે.
બાર્ડો પ્રિન્ટ મટીરિયલમાં પણ સારા લાગે છે, પણ ધ્યાન રહે કે આની પ્રિન્ટ હોવી જોઈએ. આમાં ફ્લોરલ પ્રિન્ટ, સ્ટ્રાઇપ, ડોટ્સ, ઍબસ્ટ્રેક્ટ, ટ્યુલિપ પ્રિન્ટ સારી લાગે.
વિવિધ સ્ટાઇલ
બાર્ડો માત્ર ટોપમાં જ નહીં, બાર્ડો વનપીસ, બાર્ડો વેડિંગ ડ્રેસ અને બાર્ડો મેક્સી ડ્રેસ પણ જોવા મળે છે. ટોપમાં તમે ક્રોપ ટોપ જેવી ઓવરલેપ, લેયર્ડ પેટર્ન પણ આપી શકો છો. આમાં સ્લીવ્સમાં શોર્ટ અને લોન્ગ બન્ને સારી લાગે છે. બાર્ડો ટોપની બોટમમાં તમે સો કંઈ પણ પહેરી શકો છો; જેમ કે સ્કર્ટ, પ્લાઝો, જીન્સ, શોટ્ર્સ વગેરે. બાર્ડો ટોપ એ તમારી નેક લાઇન અને શોલ્ડર લાઇનને હાઇલાઇટ કરે છે એટલે બ્રોડ અને સ્ક્વેર શોલ્ડરવાળા લોકો પર વધારે પ્રિટી લુક આપે છે.