સોનલમાં આભ કપાળિ, ભજા તુને ભેળીયાવાળી

ખીજ જેની ખટકે નહીં, રૂદીયે મીઠી રીજ, મઢડાવાળી માતની આવી સોનલ બીજ

હમીર હૈયુ હેમાળો, એમાં  ગંગા રાણલ ગણાય,  પછી ભેળીયા વાળી ભણાય, એવી સમરથ ર્માં તુ સોનબાઈ

જગદંબાને જોરે કરી કોઈ પાળા ભરશે પાવ, તો આવશે હજારો ભાવ, સામા રથડા સોનલ આઈના

ચીલો વડ શકિત તણો, ચારણ ચૂકી જાત, એક જન્મી નહોત જગતમાં મઢડે સોનલ માત

સ્વાર્થ મય સંસારમાં, સ્વાર્થ હોત સદાય, પણ વિણસ્વાર્થ વાલપ કરે, ઈ તો મઢડાવાળી સોનબાઈ

વ્રત લીધુ વરૂળી તણુ, ધન ધન દેવા દાન, લેવા ના હેવા નહીં, માળી ધન્ય ધન્ય સોનલમાત

ચારણ શકિત એવા આઈ શ્રી સોનલમાં કે જેવો સમાજમાં ક્રાંતિકારી વિચારધારા સાથે અવતર્યા અને ચારણો માટે ઉધ્ધારક કાર્યો કર્યા ખાસ કરીને હાલ આઈમા ને માત્ર ચારણ સમાજ નહિ પરંતુ અઢારે વર્ણો માને છે. પોષ સુદ બિજ એટલે આઈ સોનબાઈની જન્મજયંતિ આજરોજ વિશ્ર્વભરમાં ચારણ સમાજ સહિતના ચારણેત્તર સમાજ પણ ભાવભેર ઠેર ઠેર સોનલબીજ ઉજવશે આઈમાંની મહેરથી ગુજરાતમાં તો સોનલબીજ ઉજવાય છે. પરંતુ ગુજરાત સિવાયના રાજયો અને વિદેશમાં પણ જયાં જયાં ચારણો વશે છે ત્યાં સોનલબીજ કે જેને ચારણી નૂતન વર્ષ પણ કહી શકાય તે ઉત્સાહભેર જવાય છે.

આઈશ્રી સોનલમાં દ્વારા ભારતભરનાં ચારણોને સંગઠીત કરી ‘ચારણો એક બનો નેક બનો’ની હાકલ કરી હતી. જેના અનુસંધાને છેવાડાના વિસ્તારમાં ક્ધયા છાત્રાલયો આવ્યા હતા આમ ચારણ સમાજ જયારે શિક્ષણથી દૂર હતો ત્યારે આઈમાં એ સમાજને શિક્ષણ તરફ પ્રેર્યા. ખાસ તો સોનબાઈ માનું એક સ્વપ્ન હતુ કે હરકોઈ ક્ષેત્રમાં એક ચારણ હોવો જોઈએ અને આજે આઈમાનું આ સ્વપ્ન કયાંક ને કયાંક સાર્થક થયું હોય તેવુ લાગી રહ્યું છે. સવિશેષ સમાજને ચારણત્વ શું છે. તે માટે આઈમાએ ૫૧ આદેશો આપ્યા છે. દરેક ચારણ પોતાના જીવનમાં ૫૧ આદેશ ઉતારે તો જીવન સફળ બની જાય. આમ, ચારણ શકિત આઈ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.