રાજકોટનાં નવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તથા તમામ રીટર્નીંગ ઓફિસરો સાથે રાજય ચૂંટણીપંચની ગાંધીનગરમાં મહત્વની બેઠક
આગામી લોકસભા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે રાજકોટ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધાધલ અને તમામ રિટર્નીંગ ઓફિસર સાથે ચૂંટણીપંચની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ૫૨ મતદાન મકોનો વધારો થવા અંગેની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદી સંક્ષીપ્ત સુધારણા ઝુંબેશ બાદ મતદારોની સંખ્યા વધતા જિલ્લાની ૮ વિધાનસભા બેઠકોમાં કુલ મળી બાવન નવા મતદાન મકો ઉમેરવાના થતાં હોય આ અંગેની વિધિવત દરખાસ્ત સાથે તમામ રિટર્નીંગ ઓફિસરો અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આજે ગાંધીનગર દોડી ગયા હતા
જયાં રાજય ચૂંટણીપંચ દ્વારા રિટર્નીંગ ઓફિસરો સાથે મતદાન મકો વધવાના કારણે સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.દરમિયાન રાજકોટ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે શ્રી ધાધલની નિમણૂંક કરવામાં આવી હોય તેઓએ આજે સીધા ગાંધીનગર ખાતે ફરજ પર હાજર થઈ રાજકોટ જિલ્લાની મતદાન મકો વધારા અંગેની બેઠકમાં હાજરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટમાં ૨૧૫૮ મતદાન મકો હતા જેમાં બાવન મતદાન મકોનો વધારો થતાં હવે ૨૨૧૦ મતદાન પર ચૂંટણી પ્રક્રિયા નાર હોવાનું ચૂંટણી શાખાના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.