જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બારામૂલાને રાજ્યનું પહેલું આતંકી રહિત જિલ્લો જાહેર કર્યો છે. બુધવારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.
ગત 4 વર્ષોમાં સિક્યોરિટી ફોર્સે 2018માં સૌથી વધુ 257 આતંકીઓ ઠાર કર્યાં. એજન્સીના જણાવ્યા મુજબ સુરક્ષાદળોએ 2017માં 213, 2016માં 150 અને 2015માં 108 આતંકીઓ ઠાર કર્યાં હતા. 2018માં સેનાએ 142 આતંકીઓને 31 ઓગસ્ટ સુધી ઠાર કર્યા હતા. ઓગસ્ટ 2018માં સૌથી વધુ 25 આતંકીઓને મારવામાં સફળતા મળી હતી.