ગાંધર્વ લગ્ન કરી વેરાવળના શખ્સે રૂ.3 લાખની છેતરપિંડી કરી ‘તી
બાર એશોસીએશનના મહિલા સભ્ય સાથે ગાંધર્વ લગ્ન કરી છેતરપિંડી આચરનાર વેરાવળના આરોપી વતી વકીલ તરીકે નહિ રોકવા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.રાજકોટમાં નાણાવટી ચોક પાસે લક્ષ્મીભવન ભરતવન સોસાયટીમાં રહેતા અને વકીલ ભાવિનીબેન માંકડીયાના અગાઉ છુટાછેડા થયા બાદ ઓનલાઇન જીવનસાથી ડોટકોમ વેબસાઈટ ઉપર સોમનાથના વેરાવળમાં રહેતા નિકુંજ ભરતભાઈ ચાંડેગરાનો સંપર્ક થતા બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને વોટ્સએપ ચેટિંગમાં મુલાકાત બાદ નિકુલ ચાંડેગરાએ જૂનાગઢ લઈ જઈ ગાંધર્વ લગ્ન કરી લીધા હતા. અને મહિલા વકીલ પાસેથી રોકડ રૂપિયા અને અન્ય ખર્ચ કરાવી રૂ.3 લાખની છેતરપીંડી આચર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી હતી.
જે કેસમાં છેતરપીંડી આચરનાર આરોપી વતી કોઈ વકીલે કેસ નહિ લડવા અને સમર્થન આપવા માટે મહિલા વકીલ ભાવિનીબેન માંકડીયાએ બાર એસોસીએશનમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને મહીલા એડવોકેટને થયેલ અન્યાય સંદર્ભે રાજકોટ બાર એશોસીએશનના વકીલોએ પોતાની નૈતીક ફરજ સમજી આરોપી વતી વકીલ તરીકે ન રોકાવા ઠરાવ કરી અનુરોધ કરવામાં આવ્યો છે.