ટ્રિબ્યુનલોની બેંચ અને વકીલોના પ્રશ્ર્નોની અસરકારક રજૂઆતની જીનીયસ પેનલનો કોલ
વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનની શુધ્ધીકરણની પ્રક્રિયાને આગળ ધપાવો: સાંસદ રામભાઇ મોકરીયા
અબતક, રાજકોટ
બાર એસોસીએશનની ચુંટણી આવી રહી છે. જીનીયસ પેનલના નેજા હેઠળ બારના પ્રમુખ પદ માટે ધારાશાસ્ત્રી અર્જુનભાઈ ગોંડલીયા(પટેલ), ઉપપ્રમુખ પદે બિમલભાઈ જાની, સેક્રેટરીના પદ પર પી. સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી તરીકે દિવ્યેશભાઈ મહેતા, ખજાનચી પદે ડી. બી. બગડા તથા લાઈબ્રેરી સેક્રેટરી પદે અજયભાઈ જોષીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. પ્રતિષ્ઠભર્યા ચૂંટણી જંગ જીતવા જીનીયસ પેનલના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયુ છે.
વકિલોના હિતમાં કામ કરવાની નેમ સાથે આ ચુંટણીમાં ઝંપલાવનાર તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારના કાર્યમાં લાગી ચુકયા છે. જીનીયસ પેનલના મધ્યસ્થ કાર્યાલયનું પ્રગતિ કોમ્પલેક્ષ 150 ફુટ રીંગ રોડ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યાલયને રાજકોટના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જીનીયસ પેનલના તમામ ઉમેદવારો અને રાજકોટનાં સિનિયર ધારાશાસ્ત્રીઓ, જુનીયર વકિલો, ક્રિમીનલ બાર, લેબર બાર, સીવીલ બાર, એમ.એ.સી.પી. બાર, રેવન્યુ બાર, મહિલા બાર, લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશન, યુનિટી ઓફ લોયર્સ, યુવા લોયર્સ, સૌરાષ્ટ્ર જુનીયર એડવોકેટ એસોસીએશન સહિતની સંસ્થાના અનેક આગેવાનો આ તકે બહોળી સંખ્યામાં સ્વયંભુ રીતે ઉપસ્થીત રહી તમામ ઉમેદવારોને પોતાનું સમર્થન જાહેર કર્યુ હતુ.
સૌરાષ્ટ્ર ના સૌથી વધુ સભ્યો ધરાવતા રાજકોટ બાર એસોશિએશનની આગામી ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે રાજકોટ બાર એસોશિએશનમાં બારની પ્રતિષ્ઠા વધુ મજબુત થાય, વકીલોના પ્રશ્ર્નો પરત્વે વધુ અસરકારક રજૂઆતો થાય, વકીલોના વ્યવસાયના પ્રશ્નો જેવાકે 10 જેટલી વિવિધ ટ્રિબ્યુનલના વધુ માં વધુ સિટિંગ નિયમિત રીતે રાજકોટમાં થાય, વકીલો માટે કોન્ફરન્સ, સેમિનાર થાય અને રાજકોટ ના વકીલો ની કાનૂની બાબતો પરત્વે સામાજિક પ્રતિષ્ઠા વધુ બળવત્તર બને તે દિશામાં કાર્યરત થવા માટે સિનિયર એડવોકેટસની લાગણીઓને ધ્યાનમાં લઈને “જીનિયસ પેનલ” ગઠન કરીને સિનિયર ધારાશાસ્ત્રી અને પૂર્વ સરકારી વકીલ અર્જુનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ એક મજબૂત અને સારું કાર્ય કરી શકે તેવી પેનલ ચૂંટણી જંગના મેદાને આવી છે.
બાર એસોસિએશનની આગામી ચુંટણી ને ધ્યાનમાં લઈને ચુંટણી સુધી ચૂંટણી ને લગતી વિવિધ બાબતોનું અસરકારક સંકલન થઈ શકે તે માટે 150 ફૂટ રીંગ રોડ ઉપર “જીનિયસ પેનલ” ચુંટણી કાર્યાલય ઉદ્ઘાટન કરાયુ છે. મોટી સંખ્યામાં એડવોકેટની ઉપસ્થિતિમાં ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા છે.
ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રારંભમાં ધારાશાસ્ત્રી પી.સી.વ્યાસે “જીનિયસ પેનલ” તમામ ઉમેદવારનો વિસ્તૃત પરીચય આપ્યો હતો અને સ્વાગત પ્રવચન કર્યું હતુ.
રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા એ પોતાના વક્તવ્યમાં પોતાના પ્રારંભીક દિવસોમાં પોરબંદરમાં વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા હતા તેના સ્મરણો વાગોળ્યા હતા. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના બારામાં અગાઉના વકતાઓના વક્તવ્યોનો ઉલ્લેખ કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીયકક્ષાએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે તે રીતે બાર એસોસિએશનમાં પણ જે કાંઈ ફરિયાદ આવેલ છે તે અંગે જણાવ્યું હતુ કે બાર એસોસિએશનમાં શુદ્ધિકરણની જે કાંઈ જરૂરી હોય ત્યાં તેઓ રાજકોટ બાર એસોસિએશન સાથે છે અને એટલું જ નહીં સરકાર કે પક્ષના નામે જોહુકમી કરવાવાળાથી ડર્યા વગર નિર્ભયતાથી અમારું ધ્યાન દોરવામાં આવશે તો અમો સરકાર કક્ષાએ પણ અસરકારક રજૂઆત કરી કડક પગલા લેવાય ત્યાં સુધી ની કાળજી રાખવાની ખાત્રી આપી હતી.
ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા સરકારના પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે આગામી ચૂંટણીમાં સારી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા વકીલો પુરી સક્રિયતા દાખવી ન્યાયતંત્રના અભિન્ન અંગ એવા બાર એસોસિએશનમાં પણ સાફસૂફી અને શુદ્ધિકરણની જરૂરી છે. આ બારામાં અમો આપની સાથે છીએ તેવી ખાત્રી આપી હતી.
જાણીતા એડવોકેટ અને સમગ્ર સૌરાષ્ટ્ર -કચ્છમાં ફોજદારી કાયદાના પ્રથમ હરોળના સિનિયર ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈએ ખુબજ પ્રભાવશાળી વક્તવ્ય જુસ્સાદાર શૈલીમાં આપેલું કે રાજકોટ બાર એસોસિએશનની સમાજમાં પ્રતિષ્ઠા વધે અને વ્યાપક સ્વીકૃતિ અને સારી પ્રતિષ્ઠા ધરાવતા અને સામાજીક ઉત્તરદાયિત્વ નીભાવવા વાળા વકીલોએ વધુ સક્રીય રહી વધુમાં વધુ મતદાન કરીને “જીનિયસ પેનલ” ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી. નોટરીની નિયુક્તિના અમુક કિસ્સામાં આવેલી ભ્રષ્ટાચારના આક્ષેપોના બારામાં એવો કોલ આપ્યો હતો કે ન્યાયતંત્રના અભિન્ન અંગ એવા બાર એસોસિએશનમાં સારા અને પ્રમાણિક વકીલોએ વધુ સક્રીય રહી જાગૃતિ દાખવવી પડશે અને જરૂર પડ્યે રાજકોટના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને સરકારમાં પણ રજૂઆત કરવાની સક્રિયતા રાખવી પડશે. ન્યાયતંત્ર અને બાર એસોસિએશન પાસે સમાજની અપેક્ષા છે સારી પ્રતિભા ધરાવતી વ્યક્તિઓ ચૂંટાય તે માટે લોકશાહી પદ્વતિમાં મતદાનની સક્રિયતા દાખવી બાર એસોસિએશનમાં શુદ્વિકરણ કરવું પડશે. શુદ્વિકરણ તાકીદે કરવા સમયની માંગ છે તેમ તેઓએ જણાવ્યું હતું.
સીનીયર મહિલા એડવોકેટ રજનીબા રાણાએ તેમના વક્તવ્યમાં જણાવેલું કે વકીલોએ આ ચુંટણીમાં જાગૃતતા દાખવી “જીનીયસ પેનલ” તમામ ઉમેદવારો જંગી અને સારામાં સારી બહુમતીથી જીતે તેવું આહવાન કરેલું. પરિવર્તન તંદુરસ્ત બાર એસોસિએશન માટે અતિ આવશ્યક છે. તેમ કહ્યું હતું.
આ વખતની બાર એસોસિએશનની ચૂંટણીમાં જીનીયસ પેનલ તરફથી ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો વકિલોની વચ્ચે રહેનારા લોકો છે અને તેઓ વકીલોની સમસ્યા, મુશ્કેલી વિગેરેને ખૂબ નજીકથી સમજે છે માટે આ પેનલ વિજેતા બનીને જ્યારે પોતાનું કાર્ય કરશે ત્યારે વકિલોને ઉદ્ભવતા પ્રશ્ર્નોનું ત્વરીત નીરાકરણ લાવવા માટે સહભાગી બનશે. કંઇક નવુ કરવાની નેમ સાથે ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારોએ પોતાનો પ્રચાર ખૂબ વ્યાપક રીતે શરૂ કરી દીધો છે. પ્રચારના પ્રાથમિક તબક્કામાં જ તમામ ઉમેદવારોને જબ્બર સમર્થન મળી રહ્યુ છે.
ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટના સિનિયર એડવોકેટ અનિલભાઇ દેસાઇ, લલીતસિંહ શાહી, પિયુષભાઇ શાહ, ગીરીશભાઇ ભટ્ટ, કમલેશભાઇ શાહ, તુલશીદાસ ગોંડલીયા, ભગીરથસિંહ ડોડીયા, કિરીટભાઇ પાઠક, પરેશભાઇ ઠાકર, ભાવિનભાઇ દફ્તરી, પથીકભાઇ દફ્તરી, નરેન્દ્રભાઇ બુસા, સુરેશભાઇ ફળદુ, જે.કે. સરધારા, ચેતન આસોદરીયા, મનિષભાઇ ખખ્ખર, પ્રફુલભાઇ વસાણી, કિરીટ નકુમ, હિમાંશુ પારેખ, નિવિદ પારેખ, હર્ષિલ શાહ, દિલીપભાઇ જોષી, ભરતભાઇ હિરાણી, અશ્ર્વિનભાઇ મહાલીયા, એલ.જે. રાઠોડ, પરેશભાઇ મારૂ, વિશાલ ગોસાઇ, અશ્ર્વિનભાઇ ગોસાઇ, જયેન્દ્રભાઇ ગોંડલીયા, સી.પી. પરમાર, રેવન્યુ બારના જી.એલ. રામાણી, મૌલિકભાઇ ફળદુ, કેતનભાઇ મંડ, બી.એમ. પટેલ, દિનેશભાઇ વ્યાસ, કિશોરભાઇ સખીયા, એન.જે. પટેલ, દિલેશભાઇ શાહ, રાકેશભાઇ ગૌસ્વામી, એમ.એ.સી.પી. બારના ગોપાલભાઇ ત્રિવેદી, અજયભાઇ સેહદાણી, પ્રિયંક ભટ્ટ, જી.આર.પ્રજાપતિ, બ્રિજેશ પરમાર, મકસુદ પરમાર, જય ગોંડલીયા, એ.ટી.જાડેજા, મૌલીક જોષી, કે.જે. ત્રિવેદી ટ્રેડમાર્કસ અને પેટન્ટ બારના રમેશભાઇ ઘોડાસરા તથા મહિલા બારના રંજનીબા રાણા, ચેતનાબેન કાછડીયા, રેખાબેન પટેલ, મીતલબેન સોલંકી વિગરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રક્ષિત કલોલાએ કર્યું હતું.
શુધ્ધીકરણ તાકીદે કરવું જરૂરી છે તે સમયની માંગ: સિનિયર એડવોકેટ અનિલ દેસાઇ
આગામી ચુંટણીમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા વકીલોએ સક્રિયતા દાખવવી જરૂરી: ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ