છેલ્લા 10 મહીનાથી કોર્ટ કાર્યવાહી બંધ રહેતા વકીલોની પરિસ્થિતિ વિકટ બનીછે
અનેક વખત રજુઆત કરવા છતાં પરિણામ નહીં મળતા વકીલો અહિંસાના માર્ગે
રાજકોટ સહીત રાજયભરમાં કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણના ભયના કારણે છેલ્લા 10 માસથી રાજયની તમામ કોર્ટ ફીઝીકલ હિયરીંગ બંધ છે. ત્યારે વકીલોની આર્થિક પરિસ્થિતિને ઘ્યાને લઇ રાજકોટ બાર એસો. દ્વારા કોર્ટની ફીઝીકલ કાર્યવાહી શરુ કરવા અનેક વખત રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં કોર્ટ ન ખુલતા રાજકોટ બાર એસો.ના હોદેદારો સહીતના એડવોકર્ટોએ આજેપ્રતિક ઉપવાસ સાથે ધરણા યોજી ન્યાયધીશને રજુઆત કરવામાં આવી હતી.
સમગ્ર રાજયમાં ગત માર્ચ માસથી કોરોનાની મહામારીને કારણે રાજયની તમામ કોર્ટો ફીઝીકલ હીયરીંગ બંધ કરવામાં આવી હતી અને માત્રને. માત્ર વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા અરજન્ટ મેટરો ચલાવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજયમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહીતના શહેરોમાં છેલ્લા 10 માસ અને 1ર દિવસથી કોર્ટો બંધ છે ત્યારે વકીલોની દયનીય હાલત થઇ ગઇ છે જુનીયર એડવોકેટોની હાલત અત્યંત કફોડી બની ગઇ છે. ત્યારે આજથી રાજકોટ બાર એસો. દ્વારા પ્રતિક ધરણાના કાર્યક્રમની શરુઆત કોર્ટે ખોલવાની માંગ સાથે પ્રમુખ બકુલ રાજાણી દ્વારા કરવામાં આવ્યા હતા. રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ કે.ડી. દવે (ઇન્ચાર્જ) સમક્ષ વકીલોએ રુબરુ રજુઆત કરી હતી જે સમયે સુત્રોચાર કરી ધારદાર રજુઆત કરવામાં આવી હતી. અને જયા સુધી કોર્ટો ચાલુ નહી કરાય ત્યાં સુધી પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત હાલમાં કોર્ટના જે દરવાજાઓ બંધ છે તે પણ તાત્કાલીક નિર્ણય લઇ ખોલવાની માંગણી બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ ઇન્દુભા ઝાલા, સેક્રેટરી જીજ્ઞેશ જોશી, કારોબારી સભ્ય વિવેક ધનેશા, વિજય રૈયાણી, ધવલ મહેતા, પિયુષ સખીયા, કેતન મંડ, સહીતના વકીલો ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા.