ઋષિ મહેતા, મોરબી
મોરબી બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી માટે શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે. આજે સાંજે બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
મોરબી બાર એસોસિએશનની ૨૦૨૨ નવી ટર્મના હોદેદારો માટે લોકશાહી ઢબથી આજે મોરબી કોર્ટના સંકુલ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં સવારથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં આજ સાંજ સુધીમાં કુલ ૩૬૪ જેટલા મતદારો મતદાન કરશે. આ મતદાન પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે રાજેશ બદ્રકિયા જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે.
બાર એસોસિએશનના નવા પ્રમુખ પદ માટે જીતેન્દ્રસિંહ જાડેજા, અશોકકુમાર ખુંમાણ અને પ્રાણલાલ માનસેતા મેદાનમાં છે. જ્યારે ઉપપ્રમુખ પદે ચિરાગ કારીયા, દિપક ઓઝા અને સેક્રેટરી પદ માટે જીતેન અગેચણીયા, બાબુભાઈ હડિયલ, જોઈન્ટ સેક્રેટરી પદ માટે કાસમ ભોરિયા, ગૌરવ છત્રોલા, યોગીરાજસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે.