• ‘સંગીત સંધ્યા’, ‘સૂર્ય નમસ્કાર સ્પર્ધા’, ‘વિશ્ર્વ યોગ દિવસ’, ‘પતંગ મહોત્સવ’, ‘રંગોળી સ્પર્ધા’, ‘ભવ્ય દિવાળી ઉત્સવ’, ‘આતશબાજી’ સહિત શહેરીજનોને 69 કાર્યક્રમોની ભેટ આપી
  • રાજકોટ મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન તરીકેનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયું છે. સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે સુરૂભાએ એક વર્ષમાં રાજ્ય સરકારની અધિસુચના અન્વયેના તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રેણીબધ્ધ 69 કાર્યક્રમો થકી, શહેરીજનોની શારીરિક અને માનસિક શક્તિમાં વધારો કરવા ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

એક વર્ષમાં સુરૂભાના માર્ગદર્શનમાં ગણેશ વિસર્જન, મહાનુભાવોની પ્રતિભાને પુષ્પાંજલી કાર્યક્રમ, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી જનધન યોજના તથા અન્ય જુદી-જુદી યોજનાઓનો કેમ્પ, સર્વેશ્ર્વર ચોકમાં થયેલ દુર્ઘટના અન્વયે બેરીગેટીંગ, મેરી માટી મેરા દેશ અન્વયે અમૃત કળશયાત્રા, મહાત્મા ગાંધી પ્રતિમા પુષ્પાજંલી કાર્યક્રમ, મેરી માટી મેરા દેશ અન્વયે અમૃત કળશયાત્રા ભાગ-2, વર્લ્ડ કપ -2023 અંતર્ગત ભારત-પાકિસ્તાન મેચનું લાઇવ પ્રસારણ, આર્ટ ગેલેરીના રૂ.503 લાખના નવા બિલ્ડીંગ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ, લાઇબ્રેરી વિભાગની “મોબાઇલ એપ્લીકેશન” લોન્ચીંગ અને “મહિલા હોકર્સ ઝોન” ફાળવણી ડ્રો, રન ફોર યુનીટી, દિવાળી ઉત્સવ તથા ભવ્ય આતશબાજી તથા રંગોળી સ્પર્ધા, દિવાળી ઉત્સવ નિમિતે લાઇટીંગ ડેકોરેશન, કોર્પોરેશન સ્થાપના દિવસ ઉજવણી નિમિતે જુદા-જુદા કાર્યક્રમો, રાજકોટ મહાનગરપાલિકાની 50મી વર્ષગાંઠ અંતર્ગત “ગોલ્ડન જ્યુબીલી વર્ષ” ઉજવણીના ભાગરૂપે ગઝલ સમ્રાટ મનહર ઉધાસ પ્રસ્તુત સંગીત સંધ્યા કાર્યક્રમ તથા મેયર એવોર્ડ એનાયત કાર્યક્રમ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા, સૂર્ય નમસ્કાર સ્પર્ધા વોર્ડ કક્ષા, પી.એમ. સ્વનિધિ સ્નેહ મિલન, સૂર્ય નમસ્કાર સ્પર્ધા ઝોન કક્ષા, વોર્ડ નં. 13માં ડી.આઇ. પાઇપલાઇન ડીસ્ટ્રીબ્યુશન કામનુ ખાતમુહૂર્ત, સૂર્ય નમસ્કાર સ્પર્ધા મહાનગરપાલિકા કક્ષા, સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, ક્રાફટ બજાર શુભારંભ, આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024, વાઇબ્રન્ટ ગુજરાત સિવિક એન્ગેજમેન્ટ અને સીટી બ્યુટીફીકેશન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત સ્પેશીયલ લાઇટ શો ઓન પ્રોમીનન્ટ બિલ્ડીંગસ, શ્રી સ્વામી વિવેકાનંદ પ્રતિમા પુષ્પાજંલી હુકમ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા. વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ટહુકો 2024’  તથા ધો.10 તથા 12 ના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહ, રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઇવ પ્રસારણ, શ્રી સુભાષચંદ્ર બોઝ પ્રતિમા પુષ્પાજંલી હુકમ, સેવા સેતુ કાર્યક્રમ (નવમો તબક્કો), રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શહેરમાં રામાયણ પ્રસંગોના ભીંત ચિત્રો દોરવાનું કામ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ, કાલાવડ રોડ મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રીજ “શ્રી રામબ્રીજ” નામકરણ, પ્રજાસત્તાક પર્વ ઉજવણી અંતર્ગત શ્રીશાન વાડેકર પ્રસ્તુત સંગીત સંધ્યા કાર્યક્રમ, પ્રજાસત્તાક પર્વ ઉજવણી અંતર્ગત ધ્વજ વંદન કાર્યક્રમ, પ્રજાસત્તાક પર્વ ઉજવણી અંતર્ગત બિલ્ડીંગ ડેકોરેશન, પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસોના ઇ-લોકાર્પણ તથા આવાસો ફાળવણી ડ્રો કાર્યક્રમ, વિકસિત ભારત સંકલ્પયાત્રા -2 અંતર્ગત યોજનાકીય કેમ્પ, વડાપ્રધાનના રાજકોટ આગમન અન્વયે કામગીરી રોડ શો તથા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ, વિકસિત ભારત – વિકસિત ગુજરાત -નારી શક્તિ વંદના કાર્યક્રમ, મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત, ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે વિવિધ બિલ્ડીંગ ડેકોરેશન, ગુજરાત સ્થાપના દિન નિમિતે વિવિધ બિલ્ડીંગ ડેકોરેશન, વિશ્ર્વ યોગ દિવસ-2024 ઉજવણી, સી.એન.જી ફ્યુઅલ સંચાલિત સીટી બસ લોકાર્પણ કાર્યક્રમ (ફ્લેગઑફ), “મેયરશ્રી તમારા દ્વારે…” કાર્યક્રમ, હર ઘર તિરંગા, તિરંગા યાત્રા,  સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ તથા સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે વિવિધ બિલ્ડીંગ ડેકોરેશન, સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ, જન્માષ્ટમી પર્વ ઉજવણી અંતર્ગત હર હર મહાદેવ શિવ આરાધના કાર્યક્રમ, જન્માષ્ટમી પર્વ ઉજવણી અંતર્ગત લોકડાયરો કાર્યક્રમ, જન્માષ્ટમી પર્વ ઉજવણી અંતર્ગત વિવિધ સર્કલ ડેકોરેશન અને જન્માષ્ટમી પર્વ ઉજવણી અંતર્ગત મટકી ફોડ સ્પર્ધા યોજાઇ હતી.

તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્યુનિસિપલ કમિશનર, શહેર ભાજપના મહામંત્રીઓ અશ્ર્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, ભાજપ સંગઠનનાં હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના સર્વે અધિકારીઓ-કર્મચારીઓ, શહેરની ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ, રંગીલા રાજકોટની જનતાનો તેઓએ આભાર માન્યો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.