પૂ.મોરારીબાપુ, ભારતીબાપુ, કરશનદાસ બાપુ સહિતના સંતો-મહંતો પાઠવશે આર્શિવચન: ભજનીક હેમંત ચૌહાણ કરાવશે દાસીજીવણની વાણીનું રસપાન: ધર્મોત્સવને સફળ બનાવવા ભક્તો ‘અબતક’ને આંગણે
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આવેલ સંત, દાસીજીવણની જગ્યામાં ચાલુ વર્ષ મહોત્સવ-૨૦૧૮માં તા.૮-૧૧-૨૦૧૮ને ગુરૂવારના રોજ નૂતન વર્ષના દિવસે બાપુની પૂણ્યતિથિનો મહોત્સવ ઉજવાશે. આ પૂણ્યતીથી નિમિત્તે સંતમીલન આર્શીવાદ માટે જેમાં વિશ્વવંદનીય પૂ.મોરારીબાપુ (તલગાજરડા) તેમજ અનંત વિભુષીત મહામંડલેશ્ર્વર વિશ્ર્વભંર ભારતીબાપુ (જુનાગઢ), મહંત કરશનદાસબાપુ (પરબધામ), સંત વિજયબાપુ (સતાધાર) મહંત વલકુબાપુ (ચલાલા), પૂ.મુકતાનંદબાપુ (ચાપરડા), પૂ.ગોરધનબાપુ (બાંદરા, ભૂમિ ગોવિંદેશ્વરાનંદબાપુ (જૂનાગઢ) આ તમામ સંતો/મહંતો આર્શીવચન આપવા ભૂમિ પાવન કરશે.
તેમજ વિશ્ર્વ એવોર્ડ વિજેતા સુપ્રસિધ્ધ ભજનીક-હેમંતભાઈ ચૌહાણ સંતશ્રી દાસીજીવણની વાણીનું રસપાન કરાવશે. તેમજ ડો.નિરંજન રાજયગુરુ દાશીજીવણનું સાહિત્ય રસપાન કરાવશે, તેમજ તુલશીદાસ ગોંડલીયા સાહિત્યકાર તેમજ પત્રકાર (રાજકોટ) તેમજ ભજનીક શોભનાબેન દાફડા, વિનોદ દાફડા, હેમંત પરમાર વિગેરે કલાકારો દ્વારા સંતવાણી તેમજ સંતોના આર્શીવાદ રૂપી સત્સંગ માણવા તેમજ ધર્મપ્રેમી જનતા સત્સંગી હંસો પધારવા દાશીજીવણ જગ્યાના મહંત, શામળદાસબાપુ તરફથી અનુરોધ કરાયો છે. મહોત્સવને સફળ બનાવવા શામળદાસબાપુ, ત્રિલોકદાસબાપુ, રમેશભાઈ રાઠોડ, જયંતિભાઈ પરમાર, નારણભાઈ મોટા મહિકા, સવજીભાઈ, ભીખાભાઈ, માવજીભાઈ સોલંકી, પ્રેમજીભાઈ જાદવ, પ્રવિણભાઈ બોરિચા, તુલસીદાસ ગોંડલીયા વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.