જય વિરાણી, કેશોદ
સમગ્ર વિશ્વને એમણે સત્ય, અહિંસા, ન્યાય અને વિશ્વપ્રેમનો માર્ગ દેખાડનાર વિભૂતિ એટલે મહાત્મા ગાંધી. આજે એ મહાન વ્યક્તિની જન્મ જયંતિ છે. ગાંધીજયંતિની ઉજવણી સમગ્ર ભારતમાં કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કેશોદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમોમાં ચિત્ર, વ્રક્તુત્વ અને નિબંધ લેખન સ્પર્ધા સાથે સાથે વેશભૂષાનુ રોયલ પ્રાયમરી સ્કુલનાના વિદ્ધાર્થીઓ દ્વારા સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાંઓ બન્યા મહાત્મા બનીને વેશભૂષા સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ખાસ વિશેષ નિર્ણાયક તેમજ આમંત્રિત મહેમાન તરીકે કેશોદ શહેરનાં નામાંકિત ચિત્રકાર પેન્ટર એ જે સાહેબે ઉપસ્થિત રહીને વિદ્ધાર્થીઓને માર્ઞદર્શન દોરવણી સાથે સાથે તેઓના હાથે ઈનામો આપવામાં આવેલ હતા.
આજના ભારત દેશના મહાત્મા યૂગ પૂરૂષના જીવન- કવનની વાતો દ્વારા વિદ્યાર્થી જીવનમાં પણ સત્યની રાહપર ચાલીને પોતાનું કુટુંબનું અને સ્કુલનુ નામ રોશન કરવાની શીખ આપી. મોટા થઈને સાચા સારા ‘ભારતીય ‘ નાગરીક થયને વિધાર્થીની સફળતાની સીડીઓ સર કરવાની શૂભેચ્છાઓ પાઠવી.