હું કોગ્રેંસ સાથે જ છું, મારા રાજીનામાની વાત માત્ર ગપ્પા: બાપુ
ગુજરાત કોગ્રેંસના વરીષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર પક્ષમાંથી પોતાના રાજીનામાની અફવાનું ખંડન કર્યુ છે અને કોગ્રેંસ સાથે જ હોવાની ધરપત હાઇકમાન્ડને આપી છે.
શંકરસિંહ વાઘેલા કોગ્રેંસ સાથે છેડો ફાડી ભાજપ સાથે જોડાશે કે અન્ય પક્ષ સ્થાપશે તેવો ગણગણાટ ઘણા સમયથી થઇ રહ્યો છે. આ ગણગણાટ વચ્ચે બાપુ કોગ્રેંસમાથી રાજીનામુ આપવના છે તેવી કેટલાક નિષ્ણાંતો કોગ્રેંસ હાઇકમાન્ડ ઉપર દબાણ લાવવા માટે આવી અફવા ફેલાવવામાં આવી રહી હોવાનું માને છે. બાપુ અગાઉ પણ મુખ્યમંત્રીના ઉમેદવાર પોતાને જાહેર કરવામાં આવે તેવી જીદે ચડી ચુક્યા છે ત્યારે ભાજપ પ્રમુખ અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે જ બાપુના રાજીનામાની અફવા અને તેનુ બાપુ દ્વારા જ ખંડન ક્યાંક કંઇક રંધાઇ રહ્યું હોવાની શંકા વ્યક્ત કરે છે.
ગત મહિને બાપુએ પોતાના ટવીટર એકાઉન્ટમાંથી રાહુલ ગાંધી સહિતના કોંગી નેતાઓને અનફોલો કર્યા હતા. એિ૫્રલ મહિનામા અમદાવાદાના રોડ રસ્તા ઉપર શંકરસિંહ વાઘેલા રાજ્યના આગામી મુખ્યમંત્રી હોવા જોઇએ તેવા હોર્ડિગ્સ જોવા મળ્યા હતા. જેને કોગ્રેંસ દ્વારા ભાજપની ચાલ ગણાવાઇ હતી.
ગઇકાલે વાઘેલાએ રાજીનામાની વાતને અફવા ગણાવી કહ્યું હતું કે, હું સોમવારે વિરોધ પક્ષના આગેવાનો સાથે મુલાકાત કરીશ. હું કોગ્રેંસ સાથે જ છું. મારા અંગે જે કહેવાય છે તે માત્ર ગપ્પુ છે ……. બાપુના આ ખુલાસા બાદ તેઓ કોગ્રેંસ સાથે કેટલા સમય સુધી છે તે જોવાનું રહ્યું હાલ તો શંકરસિંહ અને કોગ્રેંસ ‘મીલે સૂર મેરા તૂમ્હારા’નો રાગ આલાપી રહ્યા છે.બુંદ સે ગઇ હોશ સે નહીં આતી
પ્રભારી ગેહલોત પ્રત્યેક વિધાનસભા બેઠકોની મુલાકાત લેશે
વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ હવે સંગઠનને વધુ મજબૂત કરવા મામણ કરી રહ્યું છે. ૧૯મીી પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સાત દિવસની મુલાકાત દરમિયાન તેઓ વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લઇને સનિક રાજકારણ,સંગઠનની સ્તિીનો ચિતાર મેળવશે. કોંગ્રેસમાં જૂવાદ ચરમસિમાએ છે ત્યારે હાઇકમાન્ડે ખુદ ગુજરાત પર નજર રાખી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે એસી ચેમ્બરમાં બેસીને માત્ર હોદ્દા ભોગવતા પ્રદેશના નેતાઓને જીલ્લાઓનો પ્રવાસ કરીને કાર્યકરો સો વાતચીત કરવા નિર્દેશ આપ્યો છે. ખુદ ગેહલોત પણ ૧૯મી જૂની દાહોદનો પ્રવાસ શરૃ કરી રહ્યાં છે. પ્રદેશ પ્રમુખને સો રાખીને તેઓ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસની વાસ્તવિક પરિસ્તિી શું છે તે જાણવા ઇચ્છુક છે. દાહોદ બાદ મહિસાગર, પંચમહાલ સહિતના આદિવાસી મત વિસ્તારોમાં ફરીને તેઓ સંગઠનની સ્તિીનો ચિતાર જાણશે .સનિક આગેવાનો,જીલ્લા-તાલુતા પંચાયતના હોદ્દેદારો, ધારાસભ્ય સહિત કાર્યકરોને મળીને વાતચીત કરશે. ગેહલોત સાત દિવસીય પ્રવાસમાં વિધાનસભા બેઠકના નિરીક્ષકો ,ધારાસભ્યો સો પણ બેઠક યોજશે. આમ, જૂવાદ વકરતા પ્રદેશ પ્રભારી ગેહલોત ગુજરાતમાં સાતેક દિવસ સુધી ધામા નાંખશે. પ્રદેશના નેતાઓ વચ્ચેના મતભેદ દૂર કરવા પણ પ્રયાસો કરશે.