ઘર વાપસી કરી મહેન્દ્રસિંહને ભાજપમાં મહત્વનું પદ અપાવવાનો તખ્તો તૈયાર હોવાની ચર્ચાએ જોર પકડયું

કોંગ્રેસમાં આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તેમાં પણ કોંગ્રેસના વિધાયક દળોએ શંકરસિંહને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવાની માંગ કર્યા બાદ આ માંગણીને કોંગ્રેસ હાઈકમાન્ડે માન્ય ન રાખતા વિવાદ વધુ વકર્યો છે અને શંકરસિંહની નારાજગી પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. તેમાં પણ અમિત શાહ સોની મુલાકાત બાદ શંકરસિંહે ટ્વીટર ઉપર રાહુલ ગાંધી સહિતના નેતાઓને અનફોલો કરતા બાપુ ભાજપમાં જોડાવાના છે તેવી ચર્ચાને વેગ મળ્યો હતો. આ ઉપરાંત એમ પણ કહેવાય રહ્યું છે કે, ફેરવેલ ઈનીંગ પહેલા પુત્ર મહેન્દ્રસિંહને પ્રધાન પદ અપાવવા માટે શંકરસિંહ દ્વારા કવાયત હા ધરવામાં આવી છે.

બીજી તરફ ગુજરાત ભાજપ શંકરસિંહની ઘર વાપસી માટે પુરા પ્રયાસો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ ભાજપમાં ૭૫ વર્ષી વધુ ઉમરના નેતા ચૂંટણી લડી શકતા ની અને શંકરસિંહની ઉમર ૭૭ વર્ષની ઈ છે ત્યારે શંકરસિંહ પુત્ર મહેન્દ્રસિંહ માટે તખ્તો ઘડી રહ્યાં હોવાનું સ્પષ્ટ ઈ રહ્યું છે. આ ઉપરાંત શંકરસિંહ જો ભાજપમાં જોડાય તો તેની સો સર્મક નેતાઓ પણ ભાજપમાં જોડાશે. જેનાી ભાજપનો પક્ષ વધુ મજબૂત બનશે અને કોંગ્રેસને ફટકો પડશે.

ભાજપના એક વરિષ્ઠ આગેવાને અગાઉ કહ્યું હતું કે, શંકરસિંહ ચૂંટણી લડી શકે તેમ ની પરંતુ તેમને પબ્લિક સેકટરમાં ચેરમેનશીપ આપવાની અને મહેન્દ્રસિંહ વાઘેલાને કેબીનેટ સીટ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ તખ્તો વાઘેલા અને ભાજપ બન્ને માટે સફળતાભર્યો રહેશે. વધુમાં વાઘેલાની ઘર વાપસીના કારણે કોંગ્રેસને ફટકો પડશે. કારણ કે કોંગ્રેસ પાસે અત્યારે ૫૭ વિધાયકો છે જેમાંી અત્યારે ૩૬ વિધાયકો શંકરસિંહના સર્મનમાં છે. જો શંકરસિંહ ભાજપમાં જોડાશે તો આ ૩૬ વિધાયકોનો ફાયદો પણ ભાજપને મળશે.

વાઘેલાએ તેની રાજકીય કારકિર્દી જનસંઘ દ્વારા કરી હતી જે બાદમાં જનતા પાર્ટી બની હતી. ત્યારબાદ જનતા પાર્ટી બે વિભાગોમાં વહેંચાઈ ગઈ હતી જેમાં વાઘેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા બન્યા હતા. ૧૯૯૫ની સાલમાં ભાજપને સત્તા અપાવવામાં પણ શંકરસિંહે મહત્વનો ભાગ ભજવ્યો હતો. જો કે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદ આપવામાં આવતા શંકરસિંહે નારાજગી દર્શાવી હતી અને ભાજપ સો છેડો ફાડી રાષ્ટ્રીય જનતા પાર્ટી રચી હતી. ૧૯૯૬માં શંકરસિંહ મુખ્યમંત્રી પણ બન્યા હતા.

વધુમાં એમ પણ કહેવાય રહ્યું છે કે, શંકરસિંહ તેમની છેલ્લી ઈનીંગમાં મોટી ઉલ-પાલ કરવા ઈચ્છે છે પરંતુ કોંગ્રેસનો હાઈકમાન્ડ શંકરસિંહ સો સર્મ ઈ રહ્યું ની. જેના કારણે શંકરસિંહ દ્વારા નારાજગી દર્શાવવામાં આવી રહી છે અને આ નારાજગી કોંગ્રેસને ભારે પડી શકે તેમ ની. શંકરસિંહ છેલ્લા લાંબા સમયી કોઈ મહત્વના પદ ઉપર ની પરંતુ હજુ રાજકીય ક્ષેત્રમાં તેમનો દબદબો યાવત છે. ત્યારે જો શંકરસિંહ ભાજપમાં જોડાય તો તેઓને મહત્વનું પદ આપવું પડે તે પણ હકીકત છે. જો કે આ સમગ્ર ઉલ-પાલ મહેન્દ્રસિંહને પ્રધાન પદ અપાવવાની દિશામાં ઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.