કેન્દ્ર સરકાર પર જીએસટી અને યુરીયા ખાતર જેવા મુદ્દાઓ પર નિશાન સાધ્યું: સંસંવેદના સમારંભમાં સૌની લાગણી સાંભળવા તમામ ધારાસભ્યો અને વિપક્ષના નેતાઓને આમંત્રણ

ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે જેની તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શ‚ થઈ છે પણ કોંગ્રેસમાં વિખવાદ ઉભો થતા હવે ડેમેજ કંટ્રોલનું કામ કરવામાં આવી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાને લઈને કોંગ્રેસના હાઈ કમાન્ડમાં દોડધામ વધી હતી. આ ઉપરાંત શંકરસિંહની માગોને ધ્યાનમાં ન લેતા કોંગ્રેસમાં તિરાડો પડવાની સંભાવના પણ બતાવવામાં આવી હતી.

કોંગ્રેસમાં મહત્વનું પદ ન મળતા શંકરસિંહે શ‚ કરેલા રાજકારણ બાદ શક્તિ પ્રદર્શનનું પણ એલાન થયું હતું. આ તમામ વિખવાદો વચ્ચે માંડ શાંતિ મળી હતી. તેવામાં હવે આગામી ૨૧ જુલાઈએ શંકરસિંહ વાઘેલાનો જન્મ દિવસ હોવાથી ફરી એક વખત ગાંધીનગરમાં સમર્થક ધારાસભ્યોની મહત્વની બેઠક બોલાવી હોવાનું એલાન કરવામાં આવ્યું છે.

જો કે, આ બેઠકમાં પક્ષના વિખવાદનો મુદ્દો બાજુમાં મુકીને કેન્દ્ર સરકારને નિશાને લેવામાં આવશે. આજે શંકરસિંહે બોલાવેલી પત્રકાર પરિષદમાં જીએસટી સહિતના મુદ્દે શંકરસિંહે કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યુ હતુ અને વેપારીઓને થોડો વધુ સમય આપવા માટે કહેવાયું હતું. વધુમાં ૨૧મી જુલાઈના કાર્યક્રમ બાબતે શંકરસિંહે કહ્યું હતું કે, તેમના જન્મદિવસે સમર્થકો દ્વારા આ કાર્યક્રમ ગોઠવામાં આવ્યો છે. જેને સંસંવેદના કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે.

બાપુ પાસે મોટી જાહેરાત થાય તેની આશા વચ્ચે બાપુએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકાર પર નિશાન તાકતાજીએસટીના ૨૮ ટકા સ્લેબ માટે વેપારીઓને ૧ વર્ષની રાહત આપવા માંગ કરતા જણાવ્યું હતું કે, એક વર્ષમાં કંઈ ખાટા મોડુ નથી થઈ જવાનું માટે વેપારીઓને ધક્કા ન ખવડાવો ઉપરાંત યુરિયાનું ખાતર સમગ્ર દેશમાં ગુજરાતમાં અને યુપીમાં ૩૧૭ની કિંમતનું મોંઘુ છે તે સસ્તુ કરાવો.

બાપુ તેમના મત વિસ્તારના લોકોની જન્મદિન ઉજવવાની ઈચ્છાના ભાગ‚પે ‘સંસંમવેદના’ નામના કાર્યક્રમનું ‘મહાત્મા મંદિર’ ખાતે ૨૧ જુલાઈને શુક્રવારે બપોરે ૧:૩૦ કલાકે આયોજન જેમાં ગુજરાતની પ્રજાના હિત માટે સંદેશો પાઠવવા માગે છે.બધાની લાગણટીને માન આપી ‘સંસંવેદના સમારંભ’માં સૌને સંદેશો પાઠવશે.જેમાં સૌની સંવેદના સાંભળવા માટે સૌને આમંત્રણ પાઠવ્યું હતું.

જેમાં તમામ ધારાસભ્યોને અને વિપક્ષના નેતાઓને આમંત્રીત કર્યા હતા. તેમજ ગુજરાતની પ્રજાના હિત માટે સૌને આવકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.