શંકરસિંહના સમર્થકોનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન
ગુજરાત કોગ્રેંસમાં શંકરસિંહ વાઘેલાની નારાજગી અને પક્ષ છોડવાની અફવાઓ બાદ હવે આ વિવાદ ચરમસિમાએ પહોંચ્યો છે કોગ્રેંસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા પહોંચેલા બાપુની અવગણના યા બાદ હવે બાપુ બોમ્બ ફોડશે કે સુરસુરિયુ ાશે તે જોવાનું રહ્યું. શંકરસિંહના સર્મકો દ્વારા શક્તિ પ્રદર્શન વાનુ છે તો બીજી તરફ બાપુ પુત્ર મહેન્દ્રસિંહની ઉજ્જવળ કારર્કીદી માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા છે. વિધાનસભા ચુંટણી અગાઉ જ મોટા ગજાના નેતા ગણાતા શંકરસિંહની અવગણના કોગ્રેંસને ભારે પડી શકે છે..
એક તરફ બાપુને હાંસિયામાં ધકેલવાના પ્રયાસો ઇ રહ્યા છે તો બીજી તરફ કોગ્રેંસ ડેમેજ ક્ધટ્રોલ માટે દોડધામ કરી રહી છે આ ઉપરાંત્ શક્તિસિંહની નારાજગી બાદ શું જાહેરાત ાય છે તેના ઉપર મીટ માંડીને બેસેલી કોગ્રેંસ વિધાનસભાના ઉમેદવારોની પસંદગી ઉપર હાઇકમાન્ડની ઓચિંતી બ્રેક મારી છે.
કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી પૂર્વેનું હોમવર્ક શરૂ કરી દીધું છે. જો કે, વિધાનસભાના ઉમેદવારોની પસંદગી પર કોંગ્રેસ હાઈકમાન્ડે હાલના તબક્કે બ્રેક મારી દીધી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે, અત્યારે કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતની હાજરીમાં અમદાવાદ પૂર્વ-પશ્ચિમ, ગાંધીનગર, મહેસાણા સહિત ૧૫ લોકસભા બેઠકના સહિત સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજીને સ્થાનિક રાજકીય પરિસ્થિતિ, લોકોનો મૂડ વગેરે અંગે ચર્ચા કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી આગામી દિવસોમાં કરાશે. કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ગેરહાજરી ચર્ચાસ્પદ બની હતી પરંતુ સાંજે ૪ વાગે વાઘેલાના આગમન સાથે અટકળોનો દોર અટક્યો હતો. વાઘેલાના શક્તિપ્રદર્શન અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા પ્રદેશ પ્રમુખ સોલંકીએ જણાવ્યું કે, કોઈપણ આગેવાન કાર્યકરોને મળે તેમાં કંઈ ખોટું નથી. કોંગ્રેસ કાર્યાલય ખાતે શુક્રવારે સવારથી જ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને સહ-પ્રભારીની હાજરીમાં અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકાેટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને કચ્છ લોકસભા બેઠકના પ્રભારીઓ-નિરીક્ષકો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક શરૂ થઈ હતી. પ્રભારીએ પ્રત્યેક બેઠકોના આગેવાનો સાથે વ્યક્તિગત બેઠક યોજીને રાજકીય સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
રાજયમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને ફ્રી હેન્ડ આપવાની માગના સમર્થનમાં શનિવારે ગાંધીનગરમાં વાઘેલાના સમર્થકોનું શક્તિ પ્રદર્શન યોજાશે. આ સંમેલનમાં વાઘેલા તેમના સમર્થકો સાથે આગામી રણનીતિ નક્કી કરવાના હોવાથી કોંગ્રેસ હાઈકમાન્ડથી માંડીને પ્રદેશના નેતાઓની આ સંમેલન પર બાજ નજર છે. અલબત્ત, આ સંમેલન બાદ વાઘેલા મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા નહીવત્ છે પરંતુ આ સંમેલનથી વાઘેલા જૂથ અને કોંગ્રેસ વચ્ચેના સંબંધોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અલબત્ત, શંકરસિંહ વાઘેલાએ શનિવારના સંમેલનને શક્તિ પ્રદર્શન ન હોવાનું કહી રહ્યા છે પરંતુ સમર્થકોનો ઉત્સાહ અને જે રીતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે જોતાં આ કાર્યક્રમ શક્તિ પ્રદર્શનથી કમ ન હોવાનું જણાય છે.
રાજ્યમાં એકતરફ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત ગુજરાતમાં ડેરા તંબુ તાણીને દરેક વિધાનસભા અને લોકસભા બેઠક દીઠ સ્થાનિક આગેવાનોને રૂબરૂ-વ્યક્તિગત મળીને ગ્રાઉન્ડ રિયાલીટી જાણવા માટેની કવાયત આદરી છે ત્યારે વિપક્ષી નેતા વાઘેલાએ સમર્થકોનું સંમેલન બોલાવીને સહુને આંચકો આપ્યો છે. સંમેલન બોલાવતા પહેલાં બાપુએ કોંગ્રેસ હાઈકમાન્ડને વિશ્વાસમાં લેવા માટે દિલ્હીની મુલાકાત લઈને ટોચના નેતાઓ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી દીધો છે સાથોસાથ પોતાની તાકાત દર્શાવવાના પ્રયાસો પણ ચાલુ રાખ્યા છે. વાઘેલાએ મુખ્યપ્રધાનપદની રેસમાં ન હોવાનો અને તેઓ કોંગ્રેસમાં જ હોવાનો દાવો કરતા રહ્યા છે પરંતુ તડ અને ફડ માટે જાણીતા વાઘેલા ગમે ત્યારે કઈ પણ કરી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં એવી સર્વસામાન્ય માન્યતા નકારતા જાણકારો કહી રહ્યા છે કે, રાજકીય આટાપાટા ખેલવામાં માહેર વાઘેલા પોતાની વાત મનાવવા માટે કોંગ્રેસ ઉપર એક યા બીજી રીતે દબાણ વધારશે પરંતુ હાલના તબક્કે કોઈ નિર્ણય જાહેર કરશે નહીં.