કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બાપુના બંગલે હાજર તમામ કોંગી ધારાસભ્યોના નામની યાદી મંગાવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગણતરીના મહિનામાં યોજાવાની છે ત્યારે કોંગ્રેસમાં વકરી રહેલી જૂબંધી સામે કાંગ્રેસના હાઈકમાન્ડે લાલ આંખ કરી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ગુરુદાસ કામતની ઉપસ્િિતમાં કોંગ્રેસના ૨૦ી વધુ ધારાસભ્યોએ ચૂંટણીની બાગડોર શંકરસિંહ વાઘેલાને સોંપવાની રજૂઆત કરી હતી, એટલું જ નહીં ભાજપ દ્વારા ૨૦ી વધુ ધારાસભ્યોને લાલચ પ્રલોભનો આપીને ભાજપમાં જોડાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાની પણ રજૂઆત કરી હતી. આ ઘટનાની કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગંભીર નોંધ લઈને જૂબંધી સામે નારાજગી વ્યક્ત કરીને બાપુના બંગલે હાજર રહેલા ધારાસભ્યોની યાદી મગાવી હોવાની અટકળો વહેતી ઈ હોવાનું સૂત્રોમાંી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ૬ મહિના જેટલો સમય બાકી છે ત્યારે પ્રદેશના તમામ આગેવાનોને જૂબંધી ભૂલીને એકજૂ ઈ પાર્ટીના કામે લાગી જવાની શીખ આપવામાં આવી હતી. ોડા દિવસો પહેલા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને દિલ્હી બોલાવીને પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી સંદર્ભે ચર્ચા-વિચારણા કરી હતી. હાઈકમાન્ડ દ્વારા શંકરસિંહ સહિતના નેતાઓને ચૂંટણીની સંયુક્ત જવાબદારી સોંપવાની હિમાયત કરવામાં આવી હતી ત્યારે જ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રેશર ટેક્નિક ઊભી કરીને પોતાના સર્મક એવા ધારાસભ્યો દ્વારા જ પ્રભારી ગુરુદાસ કામતને રજૂઆત કરવામાં આવી હતી અને તેના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ તાં હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. કોંગ્રેસના વર્તુળોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, શંકરસિંહ વાઘેલાના નિવાસસન વસંત વગડામાં પ્રભારી કામતની હાજરીમાં જે ધારાસભ્યોએ બાપુના નામનું લોબિંગ કરીને પ્રેશર ટેક્નિક ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો તે તમામ ધારાસભ્યોની યાદી કામત પાસે માગવામાં આવી છે અને શિસ્તના દાયરામાં ન રહેતા ધારાસભ્યોને રિપિટ ન કરવાની પણ ચીમકી આપવામાં આવી હોવાનું કહેવાય છે. પ્રદેશ પ્રભારી કામતને દિલ્હી હાઈકમાન્ડમાં હાજર વાનું કહેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં ફરીવાર પ્રદેશના નેતાઓને પણ દિલ્હી દરબારમાં હાજર વાનું ફરમાન કરવામાં આવે એવી શક્યતા છે.