કોંગી હાઇકમાન્ડ દ્વારા અવારનવાર નજરઅંદાજ કરાતા શંકરસિંહ રાજકારણમાં પુત્રને તાકાતવર બનાવવા દૂધ અને દહીંમાં રહેવાની રણનીતિ તરફ
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ, રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓને ટ્વીટર તેમજ અન્ય સોશિયલ મીડિયામાં અનફોલો કર્યા બાદ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ રાજકારણમાં પોતાના સુર્યાસ્ત પહેલા પુત્ર મહેન્દ્રસિંહને તાકાતવર બનાવવા તખ્તો તૈયાર કર્યો છે. એક તરફ તેઓ કોંગ્રેસમાં જ રહેશે તેવી વાત કરે છે તો બીજી તરફ તેમનું ભાજપ તરફનું કુણું વલણ તેમની આ વાત ઉપર શંકા કરાવે છે. શંકરસિંહ વાઘેલા જુથ ઘણા સમયથી ચૂંટણી લડવા મામલે શંકરસિંહને આગેવાન બનાવાય તેવુ ઇચ્છે છે. અલબત, બાપુ રાજકારણમાં પોતાના પુત્રનો સુર્ય તપતો રહે તેવું ઇચ્છે છે.બાપુ આગામી સમયમાં શું કરશે તેના પર સૌની નજર છે.
ગઇકાલે જ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ ભાજપ સામે ચૂંટણી લડવામાં ઘણી મોડી પડી હોવાનું કબુલ્યું હતું. મોટા ભાગે વિધાનસભા હોય કે લોક સભામાં ઉમેદવારો એક વર્ષ પહેલા જાહેર કરવાની રીત રાજકારણમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. છેલ્લી ઘડીએ પાના ખોલવામાં અનેક મર્યાદાઓ નડતી હોય છે. બાપુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જશે કે પોતાના પુત્રના ‘ઉજળા’ ભવિષ્ય માટે ગોઠવણ કરી નિવૃતિ લેશે તેવી અટકળો તેજ બની રહી છે. અલબત બાપુ ગઇકાલે જ આ મામલા પર ઠંડુ પાણી રેડી ચૂક્યા છે. બાપુ કોંગ્રેસના નેતાઓ અને હાઇકમાન્ડને અઘ્ધર જીવે રાખી રહ્યા છે.
૨૨ વર્ષથી સત્તાથી દુર કોંગ્રેસે ભાજપ સામે લડવા માટે કઇ પ્રકારની વ્યુહરચના અપનાવવી જોઇએ, કેવી તૈયારીઓ કરવી જોઇએ તેના અંગે શંકરસિંહ વાઘેલા છેલ્લા એક વર્ષમાં પ્રદેશ કોંગ્રેસથી માંડી હાઇકમાન્ડ સુધી રજુઆતો કરતા આવ્યા છે. પરંતુ રાષ્ટ્રીય અઘ્યક્ષા સોનીયા ગાંધી અને ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી સહિતના રાજકીય આગેવાનો તથા પ્રદેશ કક્ષાએ તેના અમલીકરણ માટે કોઇ નક્કર પગલા લેતા નથી. એક રીતે બાપુનો કોંગ્રેસમાં અને રાજકારણમાં સુર્યાસ્ત થઇ રહ્યો હોય તેવુ નિષ્ણાતો અનુભવે છે. બાપુ પણ આ જાણતા હોય તેમના પુત્ર મહેન્દ્રસિંહને રાજકારણમાં શક્તિશાળી બનાવવાનો તખ્તો તૈયાર કરી રહ્યા