- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે
- શંકરસિંહ વાઘેલાની રાજકીય પાર્ટીનું નામ હશે “પ્રજાશકિત” ડેમોક્રેટિક પાર્ટી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલા સ્થાનીક સ્વરાજયની ચુંટણી પૂર્વ રાજકીય મેદાનમાં આવી રહ્યા છે. બાપુ આવતા મહિને નવી રાજકીય પાર્ટીની રચના કરશે. બાપુની પાર્ટી ભાજપને કાયદો કરાવશે કે ગુજરાતમાં કોંગ્રેસને મજબુત કરશે તે આગામી દિવસોમાં ખબર પડશે બાપુએ નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી રાજકીય ઈનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 22મી ડિસેમ્બરે તેઓ નવી પાર્ટીની રચના કરશે. ગાંધીનગર ખાતે જુના સમર્થકો સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો પક્ષ રહેશે. ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ 2017માં જન વિકલ્પ મોરચાની સ્થાપના કરી હતી. 22 ડિસેમ્બરનાં રોજ એટલે કે શંકરસિંહ વાઘેલા નવા પક્ષની જાહેરાત કરશે. શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નવા પક્ષની જાહેરાત કરવામાં આવશે. સમર્થકો સાથે આ જાહેરાત કરવામાં આવશે. થોડા સમય પહેલાં ગાંધીનગર ખાતે આવેલા સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મીટિંગ યોજાઈ હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ શરૂ થઈ હતી. મુલાકાતને લઈને શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘આ માત્ર એક શિષ્ટાચાર મુકાલાત હતી, અમે સાથે મળીને ચા-પાણી કર્યા અને ઘણી વાતો કરી હતી.1996 માં ભાજપમાંથી અલગ થયા બાદ શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી, બાદમાં તેનું કોંગ્રેસમાં વિલનીકરણ કરી દીધું હતું. કોંગ્રેસથી અલગ થયા બાદ તેઓ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ‘જનવિકલ્પ’ સાથે જોડાયા હતા. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં વાઘેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ફેબ્રુઆરી-2021માં ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.