પૂ.મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સિદ્ધાંત દિનની ઉજવણી કરાઈ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામી મહારાજ છેલ્લા ૧૦ દિવસી સત્સંગલાભ આપી રહ્યા છે જે અંતર્ગત આજેસત્પુરૂષ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે પ્રાત:પૂજા દર્શન બાદ પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાંજણાવ્યું હતું કે,સત્પુરુષના યોગ વિના ભગવાન સમજતા જ નથી. ભગવાનના સાધુ માટે જે કંઈ કરીએ એ પરમ લાભ છે. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિ ગઈ કાલે સિધ્ધાંત દિન ઉજવાયો હતો.
સાયં સભામાં આશીર્વચનમાં સ્વામીએ જણાવ્યું હતું કે, શાીજી મહારાજે બધા શાોનો ચકાસી, સારરૂપ આ સિધ્ધાંતની ઓળખ આપણને સૌને કરાવી છે. ભદ્રેશ સ્વામીએ રચેલા અક્ષર પુરુષોત્તમ દર્શનમ ભાષ્યને કાશી સહિત દેશ-વિદેશના બધા વિદ્વાનોએ માન્ય કર્યો છે. માટે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત દ્રઢ કરીને રાખવો. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદીર દ્વારા શનિવાર સુધી મંદિરનાં પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રાજકોટના અનેક પ્રતિષ્ઠિત ડોક્ટરો સેવાનો લાભ આપશે. જે અંતર્ગત વિવિધ વિભાગના નિષ્ણાંત ડોક્ટર્સ શનિવાર સુધી તેઓની કલીનીકમાં ફ્રી સારવાર આપશે જેની કૂપન અહીથી પ્રાપ્ત થશે તો સર્વે ભાવિક ભક્તોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આજે મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સત્પુરૂષ દિનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત સત્પુરૂષની અગત્યતા રજૂ કરતો અદ્દભુત ડ્રામા યોજાશે અને મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ મળશે.