૫૦૦થી અધિક બહેનો પોથિયાત્રામાં જોડાઈ: મંદિર પરિસરમાં વચનામૃત આધારિત જીવન ઘડતરની પ્રેરણા આપતી વિશિષ્ટ કુટીરો: આજે શુહદભાવ સર્જાવે વચનામૃત
સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ધર્મગ્રંથ-વચનામૃત, જે સ્વયં ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલ છે. વચનામૃત ગ્રંથને આ વર્ષે ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર વર્ષ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત કાલાવડ રોડ, બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરે તારીખ ૧૯ મે થી ૨૬ મે દરમ્યાન રાત્રે ૮:૩૦ થી ૧૧:૧૫ દરમ્યાન વચનામૃતને સંગે, જીવન જીવીએ ઉમંગે થીમ હેઠળ ગ્રીષ્મ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પારાયણ પ્રસંગે મંદિર પરિસરમાં જ વિવિધ વચનામૃત કુટીરો ઊભી કરવામાં આવી છે જેના ઉદ્ઘાટન પ્રસંગમાં સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વચનામૃત દ્વિશતાબ્દી પર્વે મંદિરે આઠ દિવસીય વચનામત મહિમા મહોત્સવમાં વચનામૃતોનું વાંચન,વચનામૃત લેખન, વચનામૃત મુખપાઠ, વચનામૃતના પ્રેરક વચનો દ્વારા સમસ્યાઓના સમાધાન, વચનામૃત નિરૂપણોનું દર્શન- શ્રવણ, વચનામૃતોનું વાંચન કરી જ્ઞાનની કસોટી. વચનામૃતના પ્રાગટ્ય, પ્રભાવ, પ્રમાણો અને પરિવર્તક વિશેષતાઓનું પોસ્ટર પ્રદર્શન તથા વચનામૃત અને તે સંબંધિત ઉપયોગી સાહિત્ય વગેરેની કુટીરો ઉભી કરવામાં આવી છે.
પારાયણનાશુભારંભ પ્રસંગે બહેનો દ્વારા વચનામૃત ગ્રંથની પોથીયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું જેમાં ૫૦૦થી અધિકબાલિકાઓ,યુવતીઓ અને બહેનો જોડાયા હતા. વિવિધ વેશભૂષાથી સુસજ્જ બહેનો દ્વારા પોથીયાત્રની શરૂઆત બાનલેબ-કોટેચા ચોક થઇ મંદિરે વિરામ પામી હતી જેમાં પોથીવાળા, ઈંઢોણીવાળા, ગરબાવાળા, ટ્રેડીશનલ ડ્રેસ તેમજ ડીજેથી સુશોભિત બહેનો જોડાયા હતા.
પારાયણના પ્રથમ દિવસે વચનામૃત દ્વારા સુખશાંતિથી કઈ રીતે જીવન જીવી શકાય એ વિષયક પૂજ્ય આદર્શજીવન સ્વામીએ પ્રેરક વકતવ્યનો લાભ આપ્યો હતો. આગામી સાત દિવસ દરમ્યાન વચનામૃત ગ્રંથના વિવિધ વિષયો પર બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન અને સાધુતાએ સંપન્ન સંતોના મુખે વહેનારી વચનામૃતધારાથી અમૃતમય થવા માટે સર્વેને જાહેર અનુરોધ કરાયો છે. સમગ્ર પારાયણની રૂપરેખામાં આજે સમજણ દ્રઢાવે… વચનામૃત, કાલે તૃતીય દિન ૨૧ મે, મંગળવાર સુહૃદભાવ સર્જાવે… વચનામૃત, બુધવાર સાધના પંથ ચલાવે… વચનામૃત, ગુરુવાર સત્પુરુષ ઓળખાવે… વચનામૃત,શુક્રવાર સિધ્ધાંત સમજાવે… વચનામૃત, શનિવાર સદગુણથી શણગારે… વચનામૃત તથા રવિવાર સ્વભાવમુક્ત બનાવે… વચનામૃતનો કાર્યક્રમ યોજાશે.